પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

Subscribe to Oneindia News

પોલેન્ડ માં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં તેનો જીવ બચી ગયો છે. જો કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલાને ગંભીરતાથી લઇ પોલેન્ડમાં ભારતીય રાજદૂત પાસે અહેવાલ માંગ્યો છે. વિદેશ મંત્રીએ આ વાતની જાણકારી ટ્વીટર પર આપતાં લખ્યું છે, પોલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે, મેં આ અંગે રાજદુત સાથે વાત કરી રિપોર્ટની માગણી કરી છે.

sushma swaraj

પોલેન્ડના ભારતીય રાજદૂત અજય બિસારિયાએ સુષ્મા સ્વરાજ ના ટ્વીટનો જવાબ આપતાં લખ્યું છે, 'પ્રાથમિક તપાસ મુજબ વિદ્યાર્થી પર બુધવારે પોઝનાન શહેરની ટ્રામમાં હુમલો થયો હતો. હુમલામાં તે બચી ગયો હતો.' પરંતુ પહેલાવિદ્યાર્થીના મૃત્યુની ખબર મળી હતી.

twiiter

પ્રાથમિક તપાસ અનુસાર આ હુમલો જાતિવાદથી પ્રેરાઇને થયો હોઇ શકે છે, સુષ્મા સ્વરાજે આ અંગે ટ્વીટર પર જાણકારી આપતાં કહ્યું કે, 'આ ઘટનાના તમામ પાસાઓની તપાસ થઈ રહી છે. આ વિશે રાજદુત અજય બિસારિયા અહેવાલો આપશે.' પોલેન્ડના ભારતીય દૂતાવાસના ટ્વીટર હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીડિત વિદ્યાર્થીની તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે .

English summary
Indian student attacked poland sushma swaraj demanded report.Read here more.
Please Wait while comments are loading...