For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાની ડિઝાઇન કોન્ટેસ્ટમાં ભારતીય વિદ્યાર્થી પ્રથમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 એપ્રિલ : નાસા દ્વારા આયોજીત ડિઝાઇન કોન્ટેસ્ટમાં પ્રથમ ઇનામ મેળવીને પુનામાં રહેતા અને ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીએ દેશનું નામ રોશન કર્યું છે. આ સાથે તેણે ડિઝાઇન કોન્ટેસ્ટની અંદાજે 50 ટકા રકમ જીતી લીધી છે.

અંગ્રેજી અખબાર ડીએનએની રિપોર્ટ અનુસાર દુનાયાભરના 18 દેશોના 600થી વધારે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરી હતી. નાસાના સ્પેસ સેટલમેન્ટ કોન્ટેસ્ટ કોમ્પિટિશનમાં 12 પ્રથમ ઇનામો મેળવી ભારતીય વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી હતી.

nasa-logo-latest

ભારતે ધોરણ 12 અને તેની નીચેના ધોરણમાં અભ્યાસ કરતા 3 ડઝન વિદ્યાર્થીઓને મોકલી આપ્યા હતા. આ બધામાંથી ધોરણ 7ના જૂથમાં પ્રથમ ઇનામ મેળવનારો વિદ્યાર્થી પૂનાનો છે. પૂનાનો આ હોંશિયાર વિદ્યાર્થી ચૈતન્ય વશિષ્ઠ વેડગોનશેરીસસેન્ટ આર્નોલ્ડ સેન્ટ્રલ સ્કૂલનો વિદ્યાર્થી છે.

આ અંગે તેના પિતાનું કહેવું છે કે દુનિયાની પ્રતિષ્ઠિત સંસ્થા નાસા દ્વારા આયોજિત પ્રતિયોગિતામાં આટલો સરસ દેખાવ કરી દેશને ગૌરવ અપાવવાની બાબત મારા માટે અત્યંત આનંદભરી છે.

ભારતની કુલ 30 ટીમોમાંથી 22 ટીમોએ બીજું ઇનામ જીત્યા છે. જ્યારે 15 જેટલા તૃતીય ઇનામ પણ જીત્યા છે. જેમાં આર્ટિસ્ટિક મેરિટ અને લિટરરી મેરિટનો પણ સમાવેશ થાય છે.

English summary
Indian youngsters have made the country proud by bagging close to 50% of the design prizes in NASA. A 7th grade boy from Pune, especially made to the top by grabbing the 1st prize.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X