For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય બાળકોને ભણાવવામાં આવતા હતા 'પાકિસ્તાની પાઠ'

|
Google Oneindia Gujarati News

maharashtra
થાણે, 31 જાન્યુઆરી: મુંબઇ યુનિવર્સિટીના હજારો સ્ટૂડેન્ટ્સ ફાઉન્ડેશન કોર્ષ દ્વિત્તિયના પાઠ્યપુસ્તકમાં માનવાધિકાર ભંગ, ભારતમાં જાતિ વિભાજન તેમજ ભારતીય સેના તથા પોલીસ દ્વારા કથિત જાતિય ભેદભાવના પાઠ ભણી રહ્યા છે. આ પુસ્તકમાં વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક સામગ્રી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી પાકિસ્તાની રક્ષા વેબસાઇટ પરથી લેવામાં આવેલી છે. પ્રથમ તથા દ્વિત્તિય વર્ષના પાઠ્યક્રમના પુસ્તકના લેખક માઇકલ વાઝ છે. વાઝે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર આ પુસ્તકના પ્રકાશક મન્નન પ્રકાશનને આનો વિરોધ સહેવો પડી રહ્યો છે. ભાજપ નેતા સંતોષ પછલાગના જણાવ્યા અનુસાર એક અખબારમાં આ અંગે છપાયાના એક સપ્તાહ બાદ વાઝે તેમને ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તકની સામગ્રી તેમની પોતાની નથી પરંતુ આ સમાચારો અને નેટ પરથી લેવામાં આવેલી છે.

ટિકાકારોએ પુસ્તકને હ્યુમન રાઇટ્સ વાયલેશન એન્ડ રિડ્રેસલ ચેપ્ટરને વિવાદાસ્પદ ગણાવ્યું છે. જોકે મહારાષ્ટ્ર એ શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું ગઢ માનવામાં આવે છે. જોકે હંમેશા પાકિસ્તાની નેતા, સિંગર, પ્લેયર અને પાકિસ્તાનીઓનો વિરોધ કરનાર શિવસેના અને મનસે આ અંગે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

English summary
Indian students studies Pakistani lesson in Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X