જાણો : ભારતીયોના મતે દેશ માટે શું છે સૌથી ખતરનાક?
બેંગલોર, 3 માર્ચ : અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટરે ભારતમાં લોકસભા ચૂંટણી 2014ને પગલે કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતના 57 ટકા નાગરિકોનું માનવું છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ સારી છે. આ અંગેના ખાસ બાબત એ છે કે દેશના ઉત્તરી ભાગ એટલે કે જ્યાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક મોટા વિજયની આશા રાખી રહ્યા છે ત્યાંના મોટા ભાગના લોકોનું માનવું છે કે દેશનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે.
પ્યૂ રિસર્સની તરફથી ડિસેમ્બર 2013થી જાન્યુઆરી 2014 દરમિયાન 2400 લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ઇન્યરવ્યૂને આધારે કરવામાં આવેલા સર્વેક્ષણમાં કેટલીક આશ્ચર્યજનક વિગતો બહાર આવી હતી. આગળ વાંચો લોકો શું માને છે...

અમેરિકાની સંસ્થાનું સર્વેક્ષણ
અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટરે ભારતમાં લોકસભા ચૂંટણી 2014ને પગલે કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતના 57 ટકા નાગરિકોનું માનવું છે કે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ સારી છે.

2400 લોકોનો મત લેવાયા
પ્યૂ રિસર્સની તરફથી ડિસેમ્બર 2013થી જાન્યુઆરી 2014 દરમિયાન 2400 લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.

શેનાથી અસંતોષ?
દેશના 70 ટકા નાગરિકોને દેશ જે દિશામાં ગતિ કરી રહ્યો છે તેનાથી ચિંતિત છે. તેઓ દેશની દિશામાં પરિવર્તન ઇચ્છી રહ્યા છે. દેશના 42 ટકા લોકોનું માનવું છે કે આગામી 12 મહિનામાં દેશની સ્થિતિ અને આર્થિક સ્થિતીમાં ચોક્કસથી સુધારો થશે.

કોંગ્રેસ પર વિશ્વાસ વધ્યો?
આ સર્વેક્ષણના તારણો જણાવે છે કે દેશનો વૃદ્ધિદર ઘટીને ભલે 5 ટકા પર આવી ગયો હોય, પરંતુ લોકોને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ વધ્યો છે. આ બાબત વિશ્લેષકો દ્વારા કરવામાં આવી રહેલી વાતથી બિલકુલ વિપરિત છે.

કોંગ્રેસ માટે આશાવાદ
સર્વેક્ષણમાં 10 ભારતીયોમાંથી 8 એટલે કે 80 ટકા લોકોએ કોંગ્રેસની કલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ અને ફૂડ સ્કીમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોનું માનવું છે કે આ યોજનાઓ દેશ માટે વિકાસલક્ષી છે.

મોંઘવારી હટાવો
નોંધપાત્ર બાબત એ છે કે સર્વેક્ષણમાં 90 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે દેશમાં મોંઘવારી છે અને તે મોટી સમસ્યા છે. તેઓ આ મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા માંગે છે. 85 ટકા લોકોએ દેશમાં રોજગારની કમીને ખતરાની ઘંટડી હોવાનું સ્વીકાર્યું છે.

ભાજપ ભાગશે, કોંગ્રેસ કરમાશે
સર્વેક્ષણ અનુસાર અંદાજે 60 ટકા લોકોનું માનવું છે કે ચૂંટણીઓમાં કોંગ્રેસ કરતા ભાજપ સવાઇ પુરવાર થશે. પ્યૂ રિસર્ચનું માનવું છે કે દેશમાં ચૂંટણીલક્ષી સર્વેક્ષણના જે રિઝલ્ટ આવી રહ્યા છે તે ઘણી હદ સુધી ખરા સાબિત થશે. કારણ કે મોટા ભાગના ભારતીયોનું માનવું છે કે વિદેશ નીતિ, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર કોંગ્રેસની સરખામણીએ ભાજપ વધારે સારી રીતે કામ કરશે.

કોંગ્રેસે દેશની સુરક્ષા જોખમમાં મુકી
સર્વેક્ષણમાં મોટા ભાગના લોકોએ માન્યું છે કે કોંગ્રેસના શાસનમાં વિદેશનીતિ જેવું કંઇ નથી. પાકિસ્તાન અને ચીન બંનેમાં રાજકીય સ્થિરતાને કારણે તેમની તાકાત વધી રહી છે, તેની સામે ભારતની સુરક્ષા જોખમમાં મુકાઇ છે અને દેશ પર ખતરો વધ્યો છે.

સૌથી ખતરનાક શું?
પ્યૂ રિસર્ચ અનુસાર દેશના 47 ટકા લોકોએ માન્યું છે કે ભારત સામે સૌથી મોટો ખતરો પાકિસ્તાનનો છે. જ્યારે 20 ટકા લોકોએ લશ્કરે તૌયબા અને 19 ટકા લોકોએ નક્સલવાદને ખતરનાક ગણાવ્યો છે.

Click it and Unblock the Notifications