ભારતને ચીન-પાક.થી મોટો ખતરો, સૌથી પ્રિય દેશ અમેરિકા: સર્વે

83 ટકા ભારતીઓ ચીનને એક મોટા સુરક્ષા ખતરા તરીકે જુએ છે, ત્યારબાદ 63 ટકા ભારતીયો તેની સાથે સંબંધ મજબૂત કરવાના પક્ષમાં છે. ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર ચીનની પાસે પરમાણું હથિયાર, ત્રીજા દેશોમાં સંસાધનો માટે પ્રતિસ્પર્ધા, હિન્દ મહાસાગર ક્ષેત્રમાં અન્ય દેશોની સાથે સંબંધ મજબૂત કરવાના તેના પ્રયાસ અને ચીન ભારત સીમા વિવાદ જેવા મોટા કારણ છે જેના કારણે ભારતીઓમાં તેનાથી ખતરાનો અંદેશો છે.
લોવી ઇન્સ્ટીટ્યૂટ અને ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ઇન્સ્ટૂટ્યૂટે મળીને 'ભારત સર્વેક્ષણ 2013 : ભવિષ્યનો સામનો' નામનો એક સર્વેક્ષણ કર્યો. સર્વેક્ષણ અનુસાર 94 ટકા ભારતીય પાકિસ્તાનને તેના પરમાણુ આયુધો તથા કશ્મીરને લઇને સંપ્રભુતાના તેના દાવાના પગલે તેને મોટો ખતરો માને છે.
આ અધ્યયન અનુસાર 83 ટકા ભારતીઓ અમેરિકાને ખૂબ જ પસંદ કરે છે. ભારતીઓએ સિંગાપૂર, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પ્રત્યે પણ અનુરાગ વ્યક્ત કર્યો છે. સર્વેક્ષણમાં 1233 લોકોના વિચારો લેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
