For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UK વિઝા માટે ભારતીયોએ હવે 3000 પાઉન્ડ ચૂકવવા પડશે

|
Google Oneindia Gujarati News

uk-visa-immigration
લંડન, 24 જૂન : તમારે બ્રિટન એટલે કે યુકેના વિઝા જોઇએ છે તો ખિસસું વધારે ખાલી કરવા તૈયાર થઇ જાવ. કારણ કે ભારત, પાકિસ્તાન, નાઈજિરીયા તથા એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના મુલાકાતીઓએ બ્રિટનમાં પ્રવેશ કરતા પહેલા તગડી રકમના બોન્ડ ચૂકવવા પડશે.

યુકેની વિઝા ફી અંગે બ્રિટનના અગ્રણી અખબાર સન્ડે ટાઈમ્સના અહેવાલ મુજબ, બ્રિટિશ સરકાર આવતા નવેંબરથી એક સ્કીમ શરૂ કરવા ધારે છે જે મુજબ 18 વર્ષ કે તેથી ઉપરની વયના પર્યટકોએ 6 મહિનાના વિઝીટ વિઝા માટે 3000 પાઉન્ડ વિઝા ફી તરીકે ચૂકવવા પડશે.

બ્રિટિશ સરકાર ખાસ કરીને ભારત સહિત 6 દેશોના વિઝિટર્સને ટાર્ગેટ ગણીને આ સ્કીન શરૂ કરવાની છે. આ સ્કીમ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઘાનાના નાગરિકો માટે પણ લાગુ પડશે. આ દેશોના નાગરિકો જો બ્રિટનમાં કાયદેસર મુદત કરતાં વધારે સમય રોકાશે તો એમણે આ 3000 પાઉન્ડ ભૂલી જવા પડશે.

વડા પ્રધાન ડેવિડ કેમરનની રૂઢિચુસ્ત પાર્ટી ઈમિગ્રેશન કાયદાના ઉઠાવવામાં આવતા ગેરલાભને દૂર કરવા મક્કમ છે. વસાહતીઓની સંખ્યા ઘટે તે માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. તે ઈમિગ્રેશન સિસ્ટમને હવે વધારે સિલેક્ટિવ બનાવવા માગે છે. માત્ર શ્રેષ્ઠ, તેજસ્વી અને ઉપયોગી વિદેશીઓ જ બ્રિટનમાં આવે એવું તે ઈચ્છે છે.

English summary
Indians will have to pay 3000 pound for UK visas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X