For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકને ટક્કર આપી રહી છે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 મે: નવી સોશિયલ વેબસાઇટ ફેસબુક અને ટ્વિટરને ટક્કર આપી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ વેબસાઇટને ભારતમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું નામ છે worldfloat.com (વર્લ્ડફ્લોટ ડોટ કોમ). worldfloat.comને આશા છે કે એક મહિના બાદ યૂજર્સની સંખ્યા એક કરોડ સુધી થઇ જશે. અત્યારે તેની સંખ્યા 60 લાખ થઇ ગઇ છે.

વેબસાઇટના સંસ્થાપક પુષ્કર મહાટાએ જણાવ્યું હતું કે અત્યારે અમારા યૂજર્સની સંખ્યા 60 લાખ છે અને અમને આશા છે કે જૂનના અંત સુધી યૂજર્સની સંખ્યા એક કરોડ સુધી થઇ જશે.

તેમને જણાવ્યું હતું કે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટને ગત વર્ષે જૂનમાં લોન્ચ કરી હતી. આમાં ફેસબુક કરતાં અલગ સુવિધાઓ આપવામાં આવી છે. જેના કારણે આ ઝડપથી લોકપ્રિય થઇ રહી છે.

world-flot

પુષ્કર મહાટાએ જણાવ્યું હતું કે ફેસબુક ફિચર્સની સાથે વર્ચુઅલ ગેમની પણ સુવિધા છે. કેટલાક વેંચર ફંડે વેબસાઇટને ખરીદવા માટે 30 કરોડ સુધીની ઓફર કરી છે. અમારી વર્લ્ડફ્લોટ ડોટ કોમને વેચવાની યોજના નથી. વેબસાઇટ પર આપવામાં આવેલા ટ્રીજર હંટ ગેમ ઓપ્શનમાં નેટવર્કિંગ કરતાં પૈસા પણ કમાવી શકાય છે. આના પર ઓનલાઇન સ્પર્ધાના માધ્યમથી 10 હજાર સુધીની કમાણી કરી શકાય છે. તેના માટે યૂજરે 100 રૂપિયાની એક ટિકિટ ખરીદવી પડશે.

તાજેતરમાં સમાચાર પ્રાપ્ત થયા છે કે લોકોમાં ફેસબુકની દિવાનગી ઓછી થતી જાય છે. અમેરિકા અને બ્રિટેનમાં લાખો યૂજર્સે પોતાના ફેસબુક એકાઉન્ટને ડિએક્ટીવેટ કરી દિધા છે.

તો બીજી તરફ લોકોએ ફેસબુકનો ઉપયોગ કરી ઓછો કરી દિધો છે. ગત છ મહિનામાં અમેરિકામાં ફેસબુકના લાખ યૂજર અને બ્રિટેનમાં 20થી વધુ યૂજર્સ ઓછા થયા છે. કેનેડા, ફ્રાન્સ, સ્પેન, જર્મની અને જાપાનમાં પણ ફેસબુક યૂઝર્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

English summary
Worldfloat.com, India's homegrown social networking site, hopes to increase its users to nearly 10 million by the end of June, giving competition to global giants like Facebook and Twitter.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X