દિલ્હી આવી રહેલ ઇન્ડિગોના વિમાનમાં સવાર પેસેન્જરના ફોનમાં લાગી આગ, પછી ક્રુએ શું કર્યું?

પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના મોબાઈલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે આકાશમાં ઉડતા પ્લેનના અન્ય મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. જોકે, સદનસીબે આવી કોઈ દુર્ઘટના બની ન હતી. પ્લેનમાં કેબિન ક્રૂ મેમ્બરે આ ઘટના વિશે જણાવ

પ્લેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના મોબાઈલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે આકાશમાં ઉડતા પ્લેનના અન્ય મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. જોકે, સદનસીબે આવી કોઈ દુર્ઘટના બની ન હતી. પ્લેનમાં કેબિન ક્રૂ મેમ્બરે આ ઘટના વિશે જણાવ્યું. તેણે કહ્યું કે, મેં એક મુસાફરના ફોનમાંથી ધુમાડો નીકળતો જોયો, જે બાદ તેમાં આગ લાગી હતી.

મુસાફરના ફોનમાં હવામાં આગ લાગી હતી

મુસાફરના ફોનમાં હવામાં આગ લાગી હતી

આ ઘટના ઈન્ડિગોની આસામ-દિલ્હી ફ્લાઈટમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન આસામના ડિબ્રુગઢથી દિલ્હી તરફ આવી રહ્યું હતું, ત્યારે એક કેબિન ક્રૂ મેમ્બરે એક યાત્રીના ફોનમાંથી ધુમાડો નીકળતો જોયો. જે બાદ ફોનમાં આગ લાગી હતી. કેબિન ક્રૂએ તાત્કાલિક અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબુમાં લીધી હતી. જો કે, આ આગને કારણે પ્લેનમાં સવાર તમામ લોકો ડરી ગયા હતા, અને ભગવાનનો આભાર માનવા લાગ્યા હતા.

અસમથી દિલ્હી આવી રહ્યું હતુ વિમાન

અસમથી દિલ્હી આવી રહ્યું હતુ વિમાન

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓએ કહ્યું કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. ફ્લાઇટ 6E 2037 આસામના ડિબ્રુગઢથી દિલ્હી જઈ રહી હતી ત્યારે ક્રૂ મેમ્બરે પેસેન્જરના ફોનમાંથી ચિંગારી અને ધુમાડો નીકળતો જોયો. આ પછી કેબિન ક્રૂના સભ્યોએ અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુરુવારે લગભગ 12.45 વાગ્યે વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

ઇન્ડિગોએ શું કહ્યું?

ઇન્ડિગોએ શું કહ્યું?

આ ઘટના પર ઈન્ડિગોનું નિવેદન આવ્યું છે. એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે, "ડિબ્રુગઢથી દિલ્હી જતી ફ્લાઇટ 6E 2037માં મોબાઇલ ડિવાઇસની બેટરી અસાધારણ રીતે વધુ ગરમ થવાને કારણે આ ઘટના બની હતી. જે રીતે અમારા ક્રુને દરેક ખતરનાક ઘટનાઓને નિપટવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે, તેથી તેઓએ પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લાવી હતી. દરમિયાન કોઈ નુકસાન થયું ન હતું. આ દરેકની સલામત મુસાફરી હતી."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X