ઈન્દોર આવતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ?
ગોવાથી ઇન્દોર આવી રહેલી ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટ નંબર 6E 813 ને ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાનમાં 140 મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટે ડાભોલિમ (ગોવા) એરપોર્ટથી ઉડાન ભરી હતી. લેન્ડિંગના સમયે વિમાનના લેન્ડિંગ ગિયરમાં તકનીકી ખામી સર્જાતા પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. વિમાન ઇન્દોર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું.

ઇન્ડિગો દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ટેકનિકલ ઈશ્યૂના સંકેત મળતા જ વિમાનને ઉતારવામાં આવ્યું હતું. હવે એરલાઇનની તકનીકી ટીમ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરાશે અને નિયમિત કામગીરી પહેલા જરૂરી સાવચેતીની કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની. 20 જુલાઈના રોજ પણ હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગોની બીજી ફ્લાઇટને હવામાં ટેકનિકલ ખામી સર્જાતા 40 મિનિટ સુધી વિમાન હવામાં ફરતું રહ્યું હતું અને અંતે તિરુપતિ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.
જણાવી દઈએ કે, હાલમાં જ એર ઈન્ડિયાનું વિમાન બોઈંગ 171 અમદાવાદમાં ક્રેશ થયુ હતું. આ ઘટનાએ ઘણા સવાલો ઉભા કર્યા છે. ત્યારે હવે વધુ એક ઘટનાએ હવાઈ મુસાફરીને લઈને લોકોમાં ડર વધાર્યો છે.












Click it and Unblock the Notifications
