For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરની સમસ્યા માટે પંડિત નહેરુ જ નહીં, ઈન્દિરા ગાંધી પણ છે જવાબદાર

ભારત અને પાકિસ્તાનના રાજકારણની ધરી સમાન જમ્મુ કાશ્મીરની સમસ્યા ઉકેલાવાની શક્યતા આર્ટિકલ 370 અને 35એ હટ્યા બાદ તેમજ જમ્મુ કાશ્મીર અ લદ્ધાખ અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ વહી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને પાકિસ્તાનના રાજકારણની ધરી સમાન જમ્મુ કાશ્મીરની સમસ્યા ઉકેલાવાની શક્યતા આર્ટિકલ 370 અને 35એ હટ્યા બાદ તેમજ જમ્મુ કાશ્મીર અ લદ્ધાખ અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ વહી ગઈ છે. પરંતુ મૂળ સવાલ એ છે કે કોંગ્રેસની પૂર્વ સરકારોએ ક્યારેય કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નો કેમ ન કર્યા ? ભારત અ પાકિસ્તાન બંને દેશ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જમ્મુ-કાશ્મીર પર કબજો કરવાથી લઈને પાકિસ્તાન ભઆરત પર પ્રત્યક્ષ અને પરોક્ષ યુદ્ધ કરી ચૂક્યુ છે, પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળઈ એક પણ સરકારે તેના ઉકેલ માટે કોઈ પ્રામાણિક કોશિશ કરી હોય તેવું લાગ્યું નથી.

કોંગ્રેસના નેતૃત્વવાળી બે સરકારોએ કાશ્મીર સમસ્યા ઉકેલવાના બે સોનોરી અવસર ગુમાવી દીધા હતા. એટલું જ નહીં આ સમસ્યાને ભારત માટે કેન્સર બનાવી દીધું. પાછલા 72 વર્ષથી આ ભારત માતાની છાતી પર વિક્સી રહેલા આ કેન્સરને દૂર કરવા મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને આર્ટિકલ 35 એ હટાવીને ભારતને ગૌરવ અપાવવાની તક આપી.

જવાહરલાલ નહેરુની ઢીલી નીતિ

જવાહરલાલ નહેરુની ઢીલી નીતિ

પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ઢીલી નીતિ અને દૂરદર્શિતાના અભાવને કારણે કાશ્મીરની સમસ્યા શરૂ થઈ. કારણ કે તત્કાલીન વડાપ્રધઆન જવાબહરલાલ નહેરુને પાકિસ્તાનના કાયદ એ આઝમ જિન્ના સાથે પોતાની ગાઢ મિત્રતા પર ભરોસો હતો. જિન્નાએ નહેરુની ભાવુક મિત્રતા અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા 22 ઓક્ટોબર, 1947ના રોજ કબાઈલી લૂંટારના વેશમાં પાકિસ્તાની સૈન્યને કાશ્મીર મોકલીને ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં કત્લેઆમ કરી. અને હાલના પીઓકે પર કબજો કરી લીધો. પરિસ્થિતિ અહીંથી પણ સુધરી શકે એમ હતી, પરંતુ નહેરૂમાં દૂરદર્શિતાના અભાવને કારણે આ સમસ્યા ત્યારે કેન્સર બની ગઈ જ્યારે નહેરુ તેને 31 ડિસેમ્બર 1949ના રોજ યુએન લઈ ગયા.

આયર્ન લેડી ઈન્દિરા ગાંધી

આયર્ન લેડી ઈન્દિરા ગાંધી

કાશ્મીરની સમસ્યા ઉકેલવાની બીજી તક પૂર્વ વડાપ્રધાન અને આયર્ન લેડી ઈન્દિરા ગાંધીને પણ મળ્યો હતો. વર્ષ 1971માં કાશ્મીર પર કબજા માટે પાકિસ્તાને સૈન્ય સાથે હુમલો કર્યો. ભારતીય સૈન્યએ પોતાના સાહસ અને તાકાતનો પરિચય આપતા પાકિસ્તાનનો કારમો પરાજય થયો. એટલું જ નહીં ભારતીય સૈન્ય સામે પાકિસ્તાનના 1 લાખ સૈનિકોએ આત્મ સમર્પણ કર્યું.

આ સમયે જ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામનો અલગ અને સ્વતંત્ર દેશ બન્યો. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ઈચ્છતા હોત તો પાકિસ્તાનના એક લાખ સૈનિકોને છોડવાના બદલામાં પાકિસ્તાન પર દબાણ કરીને પીઓકે પાછુ મેળવી શક્તા હતા, પરંતુ આવું ન થયું.

જવાહરલાલ નહેરુની અદૂરદર્શિતા

જવાહરલાલ નહેરુની અદૂરદર્શિતા

ઈન્દિરા ગાંધીને અને પંડિત જવાહરલાલ નહેરુની અદૂરદર્શિતા તેમજ ભાવુક નિર્ણયોને કારણે જ કાશ્મીરની સમસ્યા કેન્સર બની ચૂકી છે. ઈન્દિરા ગાંધી ઈચ્છત તો ઝુલ્ફીકાર અલી ભૂટ્ટોને ઘૂંટણા પર લાવીને પીઓકેના કબજા માટે પાકિસ્તાનને મજબૂર કરી શક્તા હતા. પરંતુ ઈન્દિરા ગાંધી ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોની વાતોમાં આવી ગયા અને ભઆરતીય સૈન્ય સામે આત્મસમર્પણ કરનાર 1 લાખ પાકિસ્તાની સૈનિકોને એમને એમ જ જવા દીધા.

પાકિસ્તાનનો કારમો પરાજય

પાકિસ્તાનનો કારમો પરાજય

પાકિસ્તાન કાશ્મીર પર કબજો કરવા માટે ત્રણ વખત ભારત પર હુમલો કરી ચૂક્યું છે અ ત્રણેય વાર પાકિસ્તાનનો કારમો પરાજય થયો છે. પાકિસ્તાન સમજી ચૂક્યુ હતું કે તે સીધા યુદ્ધમાં ભારતને હરાવી નહીં શકે, એટલે કાશ્મીર મેળવવા તેણે પરોક્ષ યુદ્ધ એટલે કે ગોરીલા યુદ્ધ શરૂ કર્યું.

આ દરમિયાન પાકિસ્તાને જેહાદીઓ તૈયાર કર્યા અને ભારતને નુક્સાન પહોંચાડવા માટે આતંકી હુમલા શરૂ કર્યા. બંને દેશોની આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આતંકીઓ કાશ્મીરમાં મોકલવા શરૂ કર્યા. કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓ ઉભા કર્યા અને પંજાબને અસ્થિર કરવાની પણ કોશિશ કરી.

ઈન્દિરા ગાંધીની હત્યા

ઈન્દિરા ગાંધીની હત્યા

આ દરમિયાન પાકિસ્તાને પંજાબમાં ખાલિસ્તાની મૂવમેન્ટ શરૂ કરી. અમૃતસરમાં સ્વર્ણ મંદિર પર આતંકી હુમલો અને આતંકીઓના સફાયા માટે ભારત સરકારે ઓપરેશન બ્લૂ સ્ટાર ચલાવ્યું, જેનો બદલો લેવા માટે 31 ઓક્ટોબર 1984માં પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવાઈ. ઈન્દિરાની હત્યા બાદ ભારતમાં અસ્થિરતા સર્જાઈ. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ નરસંહારને યોગ્ય ઠેરવતા નિવેદન આપ્યા. ભારતની આ અસ્થિરતાનો લાભ ઉઠાવતા પાકિસ્તાને એક નવા યુદ્ધની રણનીતિ તૈયાર કરી.

પાકિસ્તાની સરકાર

પાકિસ્તાની સરકાર

90ના દાયકામાં આખા કાશ્મીર પર કબજો કરવાના સપનાને વેચીને પાકિસ્તાની સરકારે પરોક્ષ યુદ્ધની નવી રણનીતિ બનાવી હતી. પાકિસ્તાની સત્તાધીશોએ આ યુદ્ધનું નામં વૉર ઓફ લૉ ઈન્ટેસિન્ટી રાખ્યું હતું. જે ગોરીલા યુદ્ધનું આધુનિક સ્વરૂપ હતું.

આખા કાશ્મીર પર કબજો કરવાના સપનાને વેચીને સત્તામાં આવેલા પાકિસ્તાની સરકાર અને સત્તાધીશોની જેમ કોંગ્રેસ પણ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવીને સત્તા મેળવતી આવી હતી. સત્તામાં ટકી રેહવા માટે વોટ, તોડજોડ તેમજ ઢીલી નીતિને કારણએ કાશ્મીરની સમસ્યાના સમાધાન માટે કોઈ એવો પ્રયત્ન ન કર્યો જેનાથી સરકાર નબળઈ પડે.

આતંકવાદ અને જેહાદનો સહારો

આતંકવાદ અને જેહાદનો સહારો

આ દરમિયાન 1999માં કારગીલનું યુદ્ધ થયું, જેમાં પણ એકવાર ઉંધે કાંધ પછડાવા પડ્યું. પરંતુ કારગીલ ગોરીલા યુદ્ધના આધુનિક સંસ્કરણ સિવાય કશું નહોતું, કારણ કે કાશ્મીરને અસ્થિર કરવા માટે પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સી ISIની યોજનાનો એક માત્ર ભાગ હતો. આતંકવાદ અને જેહાદનો સહારો લઈને પાકિસ્તાને આખા કાશ્મીરમાંથી 7 લાખથી વધુ કાશ્મીરી પંડિતોને ઘર છોડવા મજબૂર કર્યા. આ દરમિયાન હજારો કાશ્મીરીઓની કત્લેઆમ થઈ. પરંતુ તે સમયની સરકારોએ કાશ્મીરની સમસ્યાના ઉકેલ માટે કોઈ મજબૂત પગલાં ન લીધા.

અમિત શાહ

અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહ જ્યારે જ્યારે કાશ્મીરની સમસ્યા માટે નહેરુને જવાબદાર ગણાવે છે, ત્યારે ત્યારે તેમાં ઈન્દિરા ગાંધીને પણ ઉમેરવા જોઈએ. કારણ કે 1949માં જે ભૂલ નહેરુએ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ વિરામની જાહેરાત કરીને અને ઉકેલ માટે યુએનમાં જઈને કરી, તે જ ભૂલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન આત્મસમર્પણ કરનાર 1 લાખ પાકિસ્તાની સૈનિકોને છોડીને કરી હતી. જેનું નુક્સાન હાલ ભારત ભોગવી રહ્યું છે.

આ પણ વાંચો: આર્ટિકલ 370: રામ માધવે જણાવ્યુ, કાશ્મીરમાં હજુ કેટલા લોકો છે કસ્ટડીમાં

English summary
indira gandhi is also responsible for kashmir row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X