For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યની જેલોમાં બંધ કેદીઓ શહેરમાં પેટ્રોલ પમ્પ ચલાવશે

કેરળના કેદીઓ હવે પેટ્રોલ પમ્પ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અગાઉ તેઓ લોકોને સ્વાદિષ્ટ ખોરાક આપવાનું કારનામુ કરી ચુક્યા છે.

|
Google Oneindia Gujarati News

કેરળના કેદીઓ હવે પેટ્રોલ પમ્પ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અગાઉ તેઓ લોકોને સ્વાદિષ્ટ ખોરાક આપવાનું કારનામુ કરી ચુક્યા છે. આ પહેલનો શ્રેય કેરળ સરકારને જાય છે, જેમાં કેદીઓને સજા કાપવા ઉપરાંત, તેઓને બહારની જિંદગી જીવવાની અને જેલની બહાર કામ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. તમિલનાડુ અને પંજાબના જેલ વિભાગમાંથી પ્રેરણા લઈને કેરળ સરકારે આ પહેલ કરી છે.

કેદીઓ શહેરમાં પેટ્રોલ પમ્પ ચલાવશે

કેદીઓ શહેરમાં પેટ્રોલ પમ્પ ચલાવશે

કેરળનો જેલ વિભાગ રાજ્યની ત્રણ કેન્દ્રિય જેલોના બાહ્ય પરિસરમાં પેટ્રોલ પમ્પ ખોલવાની તૈયારીમાં છે. આ પેટ્રોલ પમ્પ પસંદ કરેલા કેદીઓ જ ચલાવશે. નોંધપાત્ર વાત એ છે કે જેલ વિભાગ દ્વારા જે સ્થાનો પસંદ કરવામાં આવ્યા છે તે સ્થળોએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આ પમ્પ સ્થાપિત કરી રહ્યું છે. આ કેસમાં નિવેદન આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15 દોષિત કેદીઓની ઓળખ કરવામાં આવશે અને તેઓને શિફ્ટના આધારે પેટ્રોલ પમ્પ ચલાવવાની તાલીમ આપવામાં આવશે. જેલના નિયમો મુજબ પસંદ કરેલા કેદીઓને તેમના કામની ચૂકવણી પણ કરવામાં આવશે.

'નવેમ્બર, ડિસેમ્બરમાં પેટ્રોલ પમ્પ ખુલશે'

'નવેમ્બર, ડિસેમ્બરમાં પેટ્રોલ પમ્પ ખુલશે'

જેલના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પેટ્રોલ પમ્પ શરૂ કરવાની યોજના છે. જેલના ડીજીપી ઋષિરાજ સિંહે ન્યૂઝ એજન્સી ભાષાને કહ્યું કે સરકારની તમામ જરૂરી મંજૂરીઓ પહેલ માટે લેવામાં આવી છે. આ પેટ્રોલ પમ્પ પૂજાપ્પુરા, ત્રિસુર જિલ્લાના વિયુર અને કન્નુરની મધ્યસ્થ જેલના પરિસરમાં ખોલવામાં આવશે.

ઓઇઓસી ટૂંક સમયમાં કામ શરૂ કરશે

ઓઇઓસી ટૂંક સમયમાં કામ શરૂ કરશે

જેલ ડીજીપીએ વધુમાં જણાવ્યું છે કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસી) ટૂંક સમયમાં બાંધકામ શરૂ કરશે અને આગામી એક મહિનામાં આ કામ પૂર્ણ થવાની સંભાવના છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પમ્પ નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં ખુલશે.

આ પણ વાંચો: મોદી સરકારે લગાવ્યો ઈ-સિગરેટ પર પ્રતિબંધ, જેલ સાથે 5 લાખ સુધીનો દંડ

English summary
Inmates in prisons across the state will operate a petrol pump in the city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X