• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેતીમાં ઈનોવેશનથી માનવતાના નવા દ્વાર ખુલી રહ્યા છેઃ મન કી બાતમાં મોદી

ખેતીમાં ઈનોવેશનથી માનવતાના નવા દ્વાર ખુલી રહ્યા છેઃ મન કી બાતમાં મોદી
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતના 79મા એપિસોડમાં ખેતીના ક્ષેત્રે યુવાઓ તરફથી ઈનોવેશન દ્વારા થઈ રહેલ બદલાવો તરફ ધ્યાન અપાવવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે કંઈક નવું સિખીએ છીએ, આપણા માટે ખુદ નવા-નવા રસ્તાઓ ખુલવા લાગે છે. તેમણે કહ્યું કે, "જ્યાં પણ કંઈક નવું કરવાનો પ્રયાસ થયો છે, માનવતા માટે નવા દ્વાર ખુલ્યા છે, એક નવા યુગનો આરંભ થયો છે." જેને તેમણે કેટલાક ઉદાહરણો સામે રાખી સમજાવવાની કોશિશ કરી.

મણિપુરમાં સફરજનની ખેતી

મણિપુરમાં સફરજનની ખેતી

વડાપ્રધાને કહ્યું કે અગાઉ સફરજનની ખેતી માટે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોનો જ ઉલ્લેખ થતો હતો. પરંતુ હાલના દિવસોમાં મણિપુરમાં પણ ખેડૂતો પાતના બગીચાઓમાં સફરજનની ખેતી કરવા લાગ્યા છે. આના માટે અહીંના લોકોએ હિમાચલ જઈને જરૂરી ટ્રેનિંગ પણ લીધી છે. પીએમ મોદીએ આના માટે એક એરોનોટિકલ એન્જીનિયરનો હવાલો આપ્યો છે. તેમણે કહ્યું કે, "કંઈક નવા કરવાના જુસ્સા સાથે યુવાઓએ મણિપુરમાં આ કારનામું કરી દેખાડ્યું છે. આજકાલ મણિપુરના ઉખરુલ જિલ્લામાં સફરજનની ખેતી જોર પકડી રહી છે. અહીંના ખેડૂતો પોતાના બગીચામાં સફરજન ઉગાવી રહ્યા છે. સફરજન ઉગાવવા માટે આ લોકોએ બકાયદા હિમાચલ જઈને ટ્રેનિંગ પણ લીધી છે. જેમાંથી જ એક છે ટી એસ રિંગફામી યોંગ. તેઓ વ્યવસાયે એક એરોનોટિકલ એન્જીનિયર છે." આવી જ રીતે દિલ્હીમાં નોકરી કરનાર અવુન્ગશીનું પણ તેમણે નામ લીધું છે, જે નોકરી છોડીને ગામડે પરત ફરી ગઈ અને મણિપુરમાં સફરજનની ખેતી શરૂ કરી.

કોવિડ કાળમાં પ્લમ (આલૂ- લાલ કલરનું એક ફળ)ની ખેતી વધી

કોવિડ કાળમાં પ્લમ (આલૂ- લાલ કલરનું એક ફળ)ની ખેતી વધી

મન કી બાતમાં પીએમ મોદીએ કોરોના મહામારીને કારણે આદિવાસીઓમાં પ્લમ (આલુ)ની ખેતી પ્રત્યે વલણ વધ્યું હોવાની પણ વાત કહી છે. વડાપ્રધાને કહ્યું કે, "આપણા આદિવાસી સમુદાયમાં પ્લમ બહુ લોકપ્રિય રહ્યું છે. આદિવાસી સમુદાયના લોકો હંમેશાથી પ્લમની ખેતી કરતા રહે છે. પરંતુ કોવિડ 19 મહામારી બાદ વિશેષ રૂપે તેની ખેતી વધતી જઈ રહી છે. ત્રિપુરાના ઉનાકોટીના આવા જ 32 વર્ષના મારા યુવા સાથી છે બિક્રમજીત ચકમા. તેમણે આલૂની ખેતીની શરૂઆત કરી ઘણો ફાયદો પણ કમાયા છે અને હવે તેઓ લોકોને પ્લમની કેતી કરવા માટે પ્રેરિત પણ કરી રહ્યા છે." વડાપ્રધાન મુજબ પ્લમની ખેતી તરફ ખેડૂતોનું વલણ જોઈ રાજ્ય સરકારે પણ મદદ માટે હાથ આગળ વધાર્યા છે.

ખેતીની બાય પ્રોડક્ટ સાથે ક્રિએટિવિટીથી મહિલાઓનું જીવન બદલ્યું

ખેતીની બાય પ્રોડક્ટ સાથે ક્રિએટિવિટીથી મહિલાઓનું જીવન બદલ્યું

વડાપ્રધાને ખેતીના ક્ષેત્રોમાં થઈ રહેલા ઈનોવેશન બાદ તેના બાય પ્રોડક્ટ સાથે થતી ક્રિએટિવિટીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના લખીમપુર કીરીમાં મહિલાઓ તરફતી કેળના પાંદડાંથી ફાઈબર બનાવવાની ટ્રેનિંગ આપવાની વાત જણાવી છે. વડાપ્રધાન બોલ્યા કે, "વેસ્ટમાં સૌથી બેસ્ટ કરવાનો માર્ગ. કેરના પાંદડાંને કાપી મશીનની મદદથી બનાના ફાઈબર તૈયાર કરવામાં આવે છે. આ ફાઈબરથી હેન્ડબેગ, ચટાઈ સહિતની કેટલીય વ્સતુઓ તૈયાર કરવામાં આવે છે. બહેનો અને દીકરીઓને આવકનું એક સાધન મળી ગયું છે." વડાપ્રધાને કહ્યું કે આ કામ શરૂ કરવાથી એક મહિલા દરરોજ 400થી 600 રૂપિયા કમાવવા લાગી છે.

English summary
Innovation in agriculture is opening new doors for humanity: Modi in Mann Ki Baat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X