ઈન્સ્ટાગ્રામ પરના મિત્રોએ સગીર છોકરી પર રેપ કર્યો, જેના પર વિશ્વાસ કર્યો તેણે પણ વિશ્વાસ ઘાત કર્યો

ઈન્સ્ટાગ્રામ પરના મિત્રોએ સગીર છોકરી પર રેપ કર્યો, જેના પર વિશ્વાસ કર્યો તેણે પણ વિશ્વાસ ઘાત કર્યો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં માનવતાને શરમાવે તેવો મામલો સામે આવ્યો છે જ્યાં 16 વર્ષની સગીર છોકરી પર એક જ રાતમાં ત્રણ વાર અલગ અલગ ત્રણ જગ્યાએ ગેંગરેપ થયો. આ મામલે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બે આરોપીઓની તલાશ હજી પણ ચાલી રહી છે.

છોકરી પર રેપ

છોકરી પર રેપ

પોલીસ મુજબ ઘટના 31 મે અને 1 જૂનની રાતની છે. 16 વર્ષની છોકરી લાપતા થઈ હોવાની ફરિયાદ મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. છોકરી સગીર હોવાથી પોલીસે અપહરણનો કેસ નોંધી તરત તપાસ શરૂ કરી દીધી.

કિસ્સો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી

કિસ્સો સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી

જો કે બીજા દિવસે બપોરે છોકરી આપો-આપ ઘરે પાછી આવી ગઈ. તે બહુ ડરેલી અને કમજોર જણાઈ રહી હતી. જ્યારે તેના માતા-પિતાએ ક્યાં હતી પૂછ્યું તો તેણે કંઈ જ ન જણાવ્યું. જે બાદ મહિલા પોલીસ અધિકારીઓની એક ટીમ છોકરી પાસે પહોંચી. શરૂઆતમાં છોકરીએ કંઈ જ ન જણાવ્યું, પરંતુ થોડી વાર બાદ તેણે બધું જ જણાવી દીધું, જે સાંભળી સૌકોઈ દંગ રહી ગયા.

જેના પર વિશ્વાસ કર્યો તેણે જ દગો આપ્યો

જેના પર વિશ્વાસ કર્યો તેણે જ દગો આપ્યો

પોલીસે જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ પર છોકરીના કેટલાક દોસ્ત હતા અને તેમાંથી એક દોસ્તે બર્થડે પાર્ટી રાખી હતી. બધા લોકો મડ વિસ્તારના એક હોટલની બહાર મળ્યા અને બર્થડે સેલિબ્રેટ કર્યો. જે બાદ કાર પર જ કેક રાખીને કાપવામાં આવી. જો કે બે ઈન્સ્ટાગ્રામ દોસ્તોએ છોકરીને કાર અંદર બોલાવી લીધી અને તેની સાથે ગેંગરેપ કર્યો. જે બાદ છોકરીને મલાડ એરિયા સ્થિત બીજા મિત્રને ઘરે છોડી દીધા. અહીં પણ તેણીના દોસ્તોએ રેપ કર્યો. જે બાદ છોકરી પોતાના ઘરે જવાના બદલે બીજા મિત્રને ઘરે ચાલી ગઈ, જ્યાં ફરી તેના પર રેપ થયો.

4ની ધરપકડ

4ની ધરપકડ

સગીર છોકરી પર રેપ અને ગેંગરેપ કરવાના મામલામાં ચારની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઉંમર 18થી 23 વર્ષની છે. પોલીસે જણાવ્યું કે બધા લોકો ઈન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. પોલીસ મુજબ બે આરોપીની તલાશ ચાલુ છે. જો કે તેમણે રેપ નહોતો કર્યો પણ તેઓ ત્યાં હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X