Video: અભણ માતા બાળકોના આંખોમાં દવાના સ્થાને ફેવિકોલ નાખ્યું
ભોપાલ, 11 ઓગસ્ટ: કહેવાય છેને કે વ્યક્તિ નોકરી માટે નહીં પરંતુ પોતાના માટે તો બે ચોપડી ભણી જ લેવી જોઇએ. જેનું તાજુ ઉદાહરણ મધ્ય પ્રદેશમાં સામે આવ્યું છે, જ્યાં એક અભણ માતાએ ભૂલથી પોતાના ત્રણેય બાળકોની આંખોમાં આઇડ્રોપના સ્થાને ફેવીક્વિક નાખી દીધી.
અભણ હોવાના કારણે માતાએ ઉઠાવી ખોટી શીશી
રવિવાર રાત્રે મધ્યપ્રદેશના આદિવાસી બાહુલ્ય જિલ્લાના અલીરાજપુરની રહેનારી ભંગડીબાઇએ પોતાના ત્રણેય બાળકો જેમને આંખોમાં ઇંફેક્શન લાગ્યું હતું. તેમને આઇડ્રોપના સ્થાને ફેવીક્વિક નાખી દીધી.

મહિલાએ ડોક્ટરને પૂછીને આઇડ્રોપ ખરીદીને લાવી હતી પરંતુ રાતના સમયે તે શીશીને ઓળખી શકી નહીં, અને બાળકોની આંખોમાં આઇડ્રોપના સ્થાને ફેવીક્વિક નાખી દીધી.
બાળકોને સજા
માતાના વાંકે બાળકો સજા ભોગવી રહ્યા છે, ત્રણેય બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની આંખોની સ્થિતિ ખરાબ છે. ડોક્ટરો બાળકોની આંખોને બચાવવાની સંપૂર્ણ કોશીશ કરી રહ્યા છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
