For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, વિશ્વના ઉપગ્રહોને અવકાશીયાત્રા કરવાનાર PSLV શું છે

|
Google Oneindia Gujarati News

આજે ઇસરો દ્વારા અવકાશમાં પોતના પીએસએલવી સી-23ને લોન્ચ કરવાનું છે. પીએસએલવી સી-23 એક એવું કોમર્શિયલ યાન છે, જે કેટલાક વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકવાનું કામ કરે છે. શ્રી હરિકોટા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પીએસએલવી સી -23નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને ઇસરો ઘણું જ ઉત્સુક છે, કારણ કે તેનાથી ઇસરો એક અલગ જ અધ્યયન લખવા જઇ રહ્યું છે. આ યાન થકી ઇસરો ચાર દેશોના પાંચ ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકવાનું છે.

જે દેશો આ પ્રકારનો ખર્ચ નથી ઉપડાવવા માગતા તે ભારતનો સહારો લઇને પોતાના ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકે છે, કારણ કે અન્ય દેશોની સરખામણીએ ભારતીય કોમર્શિયલ અવકાશ યાન ઘણું સસ્તું છે. તો બીજી તરફ ભારતમાં આ અવકાશ યાન નિષ્ફળ થયું હોવાનું ઘણું જ બન્યું છે. ત્યારે ચોક્કસપણે આપણને એ ઉત્સુકતા જાગે કે આખરે આ પીએસએલવી છે શું અને ઇસરો દ્વારા કેટલીવાર તેને અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને અત્યારસુધીમાં કેટલા દેશોના ઉપગ્રહોને અવકાશમાં તરતા મુકવામાં આવ્યા છે.

શું છે પીએસએલવી

પીએસએલવીનું પુરુ નામ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. આ એક એક્સપેન્ડેબલ લોન્ચ સિસ્ટમ છે, જેને ડેવલોપ અને ઓપરેટ ઇસરો દ્વારા કરવામાં આવ્યું છે, જેને ઇન્ડિયન રિમોટ સેન્સિંગ(આઇઆરએસ)ને સૂર્ય સમકાલિક કક્ષાઓમાં લોન્ચ કરવાની પરવાનગી માટે ડેલવોપ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ 1990માં વિક્રમ સારાભાઇ સ્પેશ સેન્ટરમાં પીએસએલવીની ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવ્યું હતું અને તેની ઇન્ટરિઅલ સિસ્ટમ ઇસરો દ્વારા ડેવલોપ કરવામાં આવી હતી. પીસીએલવી સૂર્ય સમકાલિક કક્ષાના 620 કિ.મીમાં 1600 કેજી સેટેલાઇટને લોન્ચિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. પીએસએલવી દ્વારા મલ્ટી પ્લેલોડ, સિંગલ લોન્ચિંગમાં મલ્ટી મિશન કેપેબિલિટી જેવી ક્ષમતા પૂરવાર કરવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે પીએસએલવી સી-23 કયા દેશના કયા કયા ઉપગ્રહ લઇ જઇ રહ્યું છે અને આ પહેલા ક્યારે અને કયા પીએસએલવી થકી ભારતે અન્ય દેશોના ઉપગ્રહોને અવકાશમાં તરતા મુક્યા હતા.

ફ્રાંસનું એસપીઓટી-7

ફ્રાંસનું એસપીઓટી-7

સ્પોટ-7એ ફ્રાન્ચ ઓપ્ટિકલ અર્થ અબ્ઝર્વેશન સેટેલાઇટ છે, આ પહેલા સપ્ટેમ્બર 2012માં પીએસએલવી-સી23માં સ્પોટ-6ને લોન્ચ કરવામાં આવ્યું હતું. જે હાલના પૃથ્વી અવલોકન ઉપગ્રહ સમૂહનો ભાગ છે. જેને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેશ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે યુરોપિયન સ્પેશ ટેક્નોલોજી કંપની છે.

જર્મનીનું એઆઇએસએટી

જર્મનીનું એઆઇએસએટી

જર્મનીનું એઆઇએસએટી એગ્લોબલ સી-ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ સાથે વિશેષ ભાર સાથે હાઇ ટ્રાઇફ ઝોન્સ પર એઆઇએસના સિગ્નલનો ઉપયોગ કરશે.

કેનેડાના એનએલએસ7.1 અને એનએલએસ 7.2

કેનેડાના એનએલએસ7.1 અને એનએલએસ 7.2

કેનેડાના આ સેટેલાઇટ અલગ જીપીએસ સાથે સીએમ લેવલ રિલેટિવ પોઝિશન અને સબ મિટર લેવલ એક્યુરેટ પોઝિશન કન્ટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરશે.

સિંગાપોરનું વીઇએલઓએક્સ-1

સિંગાપોરનું વીઇએલઓએક્સ-1

ઈન્ટર, સેટેલાઈટ RF લિંક, મેસ ખાતેની એટિટ્યુડ ડિટરમિનેશન અને કન્ટ્રોલ સિસ્ટમ તેમજ ઈમેજ સેન્સરનું આંતરીક તકનીકી પ્રદર્શન

પીએસએલવી-સી2

પીએસએલવી-સી2

લોન્ચિંગ સમયઃ- 26-5-1999
કયા દેશના ઉપગ્રહોઃ- DLR-TUBSAT(45 કેજી), જર્મની
KITSAT-3(110 કેજી), રિપબ્લિક ઓફ કોરિયા

પીએસએલવી-સી3

પીએસએલવી-સી3

લોન્ચિંગ સમયઃ- 22-10-2001
કયા દેશના ઉપગ્રહોઃ- BIRD(92 કેજી), જર્મની
PROBA(94 કેજી), બેલજીયમ

પીએસએલવી-સી7

પીએસએલવી-સી7

લોન્ચિંગ સમયઃ- 10-01-2007
કયા દેશના ઉપગ્રહોઃ- LAPAN-TUBSAT(56 કેજી), ઇન્ડોનેશિયા
PWHUENSAT-1(6 કેજી), અર્જેન્ટિના

પીએસએલવી-સી8

પીએસએલવી-સી8

લોન્ચિંગ સમયઃ- 23-04-2007
કયા દેશના ઉપગ્રહોઃ- AGILE(350 કેજી), ઇટલી

પીએસએલવી-સી10

પીએસએલવી-સી10

લોન્ચિંગ સમયઃ- 21-01-2008
કયા દેશના ઉપગ્રહોઃ- TECSAR(300 કેજી), ઇઝરાયલ

પીએસએલવી-સી9

પીએસએલવી-સી9

લોન્ચિંગ સમયઃ- 28-04-2008
કયા દેશના ઉપગ્રહોઃ- CAN-X2(7 કેજી), કેનેડા
CUTE 1.7(5 કેજી), જાપાન
DELFI-C3(6.5 કેજી), ધ નેધરલેન્ડ્સ
AAUSAT-II(3 કેજી), ડેનમાર્ક
COMPASS-I(3 કેજી), જર્મની
SEEDS(3 કેજી), જાપાન
NLS5(16 કેજી), કેનેડા
RUBIN-8(8 કેજી) જર્મની

પીએસએલવી-સી14

પીએસએલવી-સી14

લોન્ચિંગ સમયઃ- 23-09-2009
કયા દેશના ઉપગ્રહોઃ- CUBESAT-1(1 કેજી), જર્મની
CUBESAT-2(1 કેજી), જર્મની
CUBESAT-3(1 કેજી), તુર્કી
CUBESAT-4(1 કેજી), સ્વિત્ઝરલેન્ડ
RUBIN-9.1(1 કેજી), જર્મની
RUBIN- 9.2(1 કેજી), જર્મની

પીએસએલવી-સી15

પીએસએલવી-સી15

લોન્ચિંગ સમયઃ- 12-07-2010
કયા દેશના ઉપગ્રહોઃ- ALSAT-2A(116 કેજી), અલ્જેરિયા
NLS6.1 AISSAT-1(6.5 કેજી), કેનેડા
NLS6.2 TISAT-1(1 કેજી), સ્વિત્ઝરલેન્ડ

પીએસએલવી-સી16

પીએસએલવી-સી16

લોન્ચિંગ સમયઃ- 20-04-2011
કયા દેશના ઉપગ્રહોઃ- X-SAT(106 કેજી), સિંગાપોર

પીએસએલવી-સી18

પીએસએલવી-સી18

લોન્ચિંગ સમયઃ- 12-10-2011
કયા દેશના ઉપગ્રહોઃ- VESSELSAT-1(28.7 કેજી), લક્ક્ષેમબર્ગ

પીએસએલવી-સી 21

પીએસએલવી-સી 21

લોન્ચિંગ સમયઃ- 9-9-2012
કયા દેશના ઉપગ્રહોઃ- SPOT-6(712 કેજી), ફ્રાન્સ
PROITERES(15 કેજી), જાપાન

પીએસએલવી-સી20

પીએસએલવી-સી20

લોન્ચિંગ સમયઃ- 25-02-2013
કયા દેશના ઉપગ્રહોઃ- SAPPHIRE(148 કેજી), કેનેડા
NEOSSAT(74 કેજી), કેનેડા
NLS8.1(14 કેજી), ઓસ્ટ્રિયા
NLS8.1(14 કેજી), ઓસ્ટ્રિયા
STRAND-1(6.5 કેજી), યુકે

English summary
Interesting information about ISRO's PSLV
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X