INX Media Case:ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલ્યા

INX Media Case:ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલ્યા

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને રાઉજ એેન્યૂ કોર્ટ સ્થિત સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવાાં આવ્યા. તેમને 26 ઓગસ્ટ સુધી CBIની રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલ, જ્યારે સીબીઆઈ તરફથી તુષાર મહેતાએ કોર્ટમાં દલિલ કરી. સીબીઆઈએ 5 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ચિદમ્બરમે કોર્ટરૂમમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંધવી સાથે પણ વાત કરી. ચિદમ્બરમનો દીકરો કાર્તિ ચિદમ્બરમ પણ કોર્ટમાં હાજર છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓની સામસામે બેસાડીને પૂછપરછ કરવી છે. ચિદમ્બરમ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. વધુમાં સીબીઆઈએ કહ્યું કે ચિદમ્બરમે બધા દસ્તાવેજ નથી આપ્યા અને વારંવાર કહેવા છતાં દસ્તાવેજ ઉપલબ્ધ નથી કરાવ્યાં.

chidambaram

સીબીઆઈએ કોર્ટને હાઈકોર્ટનો આદેશ સોંપ્યો. સીબીઆઈએ કોર્નટે જણાવ્યું કે હાઈકોર્ટે આગોતરા જમાનત ફગાવી દીધી છે. આ કેસમાં ચાર્જશીટ હજુ ફાઈલ નથી થી. અમે પ્રી ચાર્જશીટ સ્ટેજ પર છીએ, અમને અમુક દસ્તાવેજોનો ઈંતેજાર છે. આરોપી સવાલોથી બચતા રહ્યા છે. તેમની કસ્ટોડિયલ ઈન્ટોરેગશનની જરૂરત છે. સીબીઆઈએ કોર્ટમાં કેસ ડાયરી સોંપી. અજ્ઞાત અધિકારીઓએ પોતાની પોઝિશનનો ખોટો ઉપયોગ કર્યો. INX મીડિયાએ પૈસા અને વ્યાજ કંપનીને આપ્યાં. ઈન્દ્રાણી મુખરજીએ 50 લાખ ડૉલર આપ્યા. પૂછપરછમાં જ યોગ્ય જાણકારી મળી શકશે. આમાં આખી એક મની ટ્રેલ છે. હાલ સીબીઆઈની દલિલો પૂરી થઈ ચૂકી છે.

પી ચિદમ્બરમ તરફથી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે આ કેસમાં આરોપી કાર્તિ છે, જેમને 23 માર્ચ 2018ના રોજ જામીન મળી ચૂક્યા છે. બીજા આરોપી ભાસ્કર રમનને આ કોર્ટથી આગોતરા જામીન મળી ચૂક્યા છે. હાઈકોર્ટના જજમેન્ટથી એવું લાગે છે કે એક ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર થઈ ચૂકી છે. માટે એવું લાગે છે કે તપાસ પૂરી થઈ ચૂકી છે. આ કેસમાં સરકારના 6 સચિવોએ FIPB અપ્રૂવલ આપ્યું, તેમાં કોઈ ધરપકડ ન થઈ. આ લોકોએ FIPB અપ્રૂવ કર્યું, તે બાદ નાણા મંત્રાલયે મંજૂરી આપી.

કપિલ સિબ્બલે આગળ દલિલ કરતા કહ્યું કે 10 વર્ષ બાદ કેસ નોંધાયો છે. સીબીઆઈએ ચિદમ્બરમની અત્યાર સુધીમાં માત્ર એકવાર પૂછપરછ કરી છે. ચિદમ્બરમ પૂછપરછથી ક્યારેય નથી ભાગ્યા. જો ચિદમ્બરમ સવાલોથી બચતા રહ્યા છે તો સીબીઆઈ આ બધી વાતોને કોર્ટમાં રાખે. જો કે આ કેસમાં કોર્ટે પી ચિદમ્બરમની 26 ઓગસ્ટ સુધીની રિમાન્ડ મંજૂર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X