INX Media Case: દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમની નિયમિત જામીન અરજી ફગાવી

INX Media Case: દિલ્હી હાઈકોર્ટે પી ચિદમ્બરમની નિયમિત જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમને દલ્હિ હાઈકોર્ટે પાસેથી જામીન ન મળ્યા. આઈએનએક્સ કેસમાં જેલમાં બંધ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની નિયમિત જામીનની અરજી સોમવારે દિલ્હી હાઈકોર્ટે રદ્દ કરી દીધી. મની લોન્ડ્રિંગના આ મામલે અદાલતે આગોતરા જામીન રદ્દ કર્યા બાદ ચિદમ્બરમની 21 ઓગસ્ટે સીબીઆઈએ ધરપકડ કરી હતી. 3 ઓક્ટોબર સુધી તેમની જ્યૂડિશિયલ કસ્ટડી છે.

INX Media Case

પોતાના જામીન માટે પી ચિદમ્બરમ 11 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. પોતાની અરજીમાં ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા મામલે 14 દિવસની ન્યાયિક ધરપકડના સીબીઆઈ અદાલતના આદેશને પડકાર ફેંકતા જામીન માંગ્યા હતા. ચિદમ્બરમ તરફથી અદાલતમાં તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરતા કહ્યું કે ચિદમ્બરમ ક્યારેય ઈન્દ્રાણી મુખરજને નથી મળ્યા અને તેમની જુબાનીને આ મામલે મહત્વની બનાવી દેવામાં આવી છે. શુક્રવારે હાઈકોર્ટે સુનાવણી પૂરી કરી ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. આજે સોમવારે અદાલતે જામીન રદ્દ કરી દીધા.

2007માં ચિદમ્બરમ નાણઆમંત્રી હતા ત્યારે આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા માટે વિદેશી નિેશ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલે ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિતમ્બરમ પણ આરોપી છે. જે હાલ જામીન પર છે. જણાવી દઈએ કે હાલમાં જ પૂર્વ પીએમ મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ પણ ચિદમ્બરમને મળવા માટે તિહાર જેલ પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X