INX Media Case: પી ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલવામાં આવ્યા
INX Media Case: પી ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલવામાં આવ્યા
નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં ગુરુવારે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને 14 દિવસ માટે તિહાર જેલ મોકલી આપ્યા છે. રોજ એવન્યૂ કોર્ટે ગુરુવારે ચિદમ્બરમના વકીલની તેમને સીબીઆઈ કસ્ટડીમાં જ રાખવા અથવા ઘરમાં નજરબંધ રાખવાની દલીલ ન માનતાં 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલ મોકલી આપ્યા. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલ ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડ આજે (5 સપ્ટેમ્બરે) ખતમ થઈ ગયા હતા, જે બાદ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા.

કંપનીઓને ખોટી રીતે ફાયદો પહોંચાડવાનો આરોપ
ચિદમ્બરમ પર આઇએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ માત્ર મામલો નથી ચાલી રહ્યો. પરંતુ ઇડી અન્ય ચાર કેસોની પણ તપાસ કરી રહી છે. પી ચિદમ્બરમ નાણાં મંત્રી હતા ત્યારેકંપનીઓને અયોગ્ય રીતે ફાયદો પહોંચાડવાનો પણ એક કેસ છે. જેમાં ઇડી ચિદમ્બરમની ભૂમિકાની તપાસ કરી રહી છે. પી.ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાન અને કચેરીઓ પાસેથી આ કેસોને લગતા ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
