Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

INX Media case: ચિદમ્બરને આજે સીબીઆઈ કોર્ટમાં હાજર કરાશે, 14 દિવસના રિમાન્ડ માંગી શકે CBI

આજે સીબીઆઈ ચિજમ્બરમને રાઉજ એવન્યુ કોર્ટમાં હાજર કરશે. ચિદમ્બરમ તરફથી આજે જ જામીન અરજી દાખલ કરવામાં આવશે.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમની સીબીઆઈએ બુધવારે મોડી રાતે ધરપકડ કરી લીધી. 31 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દિલ્લીમાં સીબીઆઈએ ચિદમ્બરમની તેમના જોરબાગ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી લીધી. આજે સીબીઆઈ તેમને રાઉજ એવન્યુ કોર્ટમાં હાજર કરશે. ચિદમ્બરમ તરફથી આજે જ જામીન અરજી દાખલ કરવામાં આવશે. વળી, સીબીઆઈ ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડની માંગ અદાલતને કરી શકે છે.

અદાલતમાં ચિદમ્બરમને આજે હાજર કરાશે

અદાલતમાં ચિદમ્બરમને આજે હાજર કરાશે

તમને જણાવી દઈએ કે આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્લી હાઈકોર્ટે કાલે બપોરે પી ચિદમ્બરના વચગાળાના જામીન ફગાવી દીધા હતા. ત્યારબાદ ચિદમ્બરમે અદાલતપાસે ત્રણ દિવસનો સમય માંગ્યો કે તેમની ધરપકડ કરવામાં ન આવે પરંતુ અદાલતમાંથી આ મહોતલ ન મળી શકી અને બુધવારે મોડી રાતે ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી.

પી ચિદમ્બરમે પોતાને ગણાવ્યા નિર્દોષ

પી ચિદમ્બરમે પોતાને ગણાવ્યા નિર્દોષ

આ પહેલા પી ચિદમ્બરમે બુધવારે રાતે કોંગ્રેસ કાર્યાલય પહોંચીને પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે કહ્યુ કે મને અને મારા પુત્રને ફસાવવામાં આવી રહ્યો છે. મારુ નામ એફઆઈઆરમાં નોંધેલુ નથી. ચિદમ્બરમે આગળ કહ્યુ કે છેલ્લા 24 કલાકમાં તેમના વિશે ઘણા ભ્રમ ફેલાવવામાં આવ્યા છે. આ કેસમાં તેમના અને પરિવાર સામે કોર્ટમાં કોઈ ચાર્જશીટ નથી. તેમણે કહ્યુ કે લોકતંત્રનો પાયો આઝાદી છે, તેમને જો જિંદગી અને આઝાદી વચ્ચે પસંદ કરવાનું કહેવામાં આવે તો તે આઝાદી પસંદ કરશે.

કાર્તિ ચિદમ્બરમે આપ્યુ મોટુ નિવેદન

કાર્તિ ચિદમ્બરમે આપ્યુ મોટુ નિવેદન

ચિદમ્બરની ધરપકડ થયા બાદ તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે સીબીઆઈની આ કાર્યવાહીને બદલાનું રાજકારણ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ કાર્યવાહી બીજાનો આદેશ માનનાર સીબીઆઈએ દૂર્ભાવનાપૂર્ણ રીતે કરી છે. આ કાર્યવાહી પાછળનો ઉદ્દેશ્ય માત્ર રાજકીય બદલો લેવાનો હતો. આ કાર્યવાહીની બિલકુલ કોઈ જરૂર નહોતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X