સ્પોટ ફિક્સિંગ: રાજ કુંદ્રાની દિલ્હી પોલીસ દ્વારા પૂછપરછ

અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જ પકડ્યા હતા. આ ત્રણ ખેલાડીઓ ક્રમશ: શ્રીસંત, અજીત ચંદીલા, અંકિત ચૌહાણનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મંગળવારે એસ શ્રીસંથ અને અજીત ચંદીલાની જમાનત અરજી રદ કરી દીધી હતી. મમોકા કોર્ટે આરોપીયોને 18 જૂન સુધી ન્યાયિક કેદમાં મોકલવામાં આવ્યા છે.
આ પહેલા શિલ્પા શેટ્ટીએ એક દૈનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટના રાજસ્થાન રોયલ્સના સભ્યો માટે શરમજનક છે. આ સંવેદનશીલ મામલો છે માટે હું આની પર વધુ વાત કરવા નથી માગતી. ફ્રેંચાઇજી હોવાના નાતે તેના ઉંડાણ સુધી જઇશ. આ હાર્ટબ્રેકિંગ છે પરંતુ ટીમ અમારી ફેમીલી જેવી છે. માટે મને આઘાત લાગ્યો છે.












Click it and Unblock the Notifications
