સ્પૉટ ફિક્સિંગના આરોપમાં વિંદુ દારા સિંહની ધરપકડ
નવી દિલ્હી, 21 મે: આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગમાં ત્રણ ખેલાડીઓ બાદ બૉલીવુડ અભિનેતા વિંદુ દારા સિંહની મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી છે. દારા સિંહના પુત્ર વિંદુ દારા સિંહની બુકી રમેશ વ્યાસની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. બુકી રમેશ વ્યાસની પહેલાં જ સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલાં આજે આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ ક્રિકેટરો સહિત 11 બુકીઝની દિલ્હીની સાકેતથી ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસ શ્રીસંત અને અન્ય ત્રણ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે. શ્રીસંત, અજીત ચંદીલા, અંકિત ચૌહાણ અને 11 બુકીઝના આજે પાંચ દિવસના રિમાન્ડ પુરા થઇ રહ્યાં છે.

વિશેષ પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે હજુ આરોપીઓ સાથે પુછપરછ કરવામાં આવશે. આ ત્યારે નક્કી કરવામાં આવશે કે આરોપીને રિમાંડ પર લાવવામાં આવે કે નહી. જો કે માનવામાં આવે છે કે પોલીસ કેટલાક આરોપીને ફરીથી રિમાંદ પર લાવવાનો પ્રયત્ન કરશે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન









Click it and Unblock the Notifications
