For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘અનંત અવજ્ઞા’ : તો સવા કરોડ મૂરખાં અને ડોઢ કરોડ સામે ખતરો!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 સપ્ટેમ્બર : આ દેશમાં સવા કરોડ લોકો અધિકૃત રીતે મૂરખાં છે અને લગભગ ડોઢ કરોડ લોકો એવા છે કે જેઓ ઓછામાં ઓછ નવ માસથી તો અધિકૃત રીતે સતત ખતરામાં જીવી રહ્યાં છે! આ કોઈ સરકારી આંકડો નથી, પણ જો જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા અનંતમૂર્તિની લાગણીઓ જો યોગ્ય હોય, તો પછી આંકડાઓને સરકારી જ નહીં, પણ બંધારણીય રીતે પણ અધિકૃત કહી શકાય એમ છે.

હકીકતમાં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત જાણીતા કન્નડ લેખક ડૉ યૂ આર અનંતમૂર્તિની માનીએ, તો નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન બનવું આ દેશને ખતરામાં નાંખવા સમાન હશે. હવે એમ બતાવવાની કોઈ જરૂર જણાતી નથી કે લોકશાહીમાં કોઈ વડાપ્રધાન કેમ અને કઈ રીતે બની શકે? કાયદેસર ચૂંટણીઓ થશે અને જો ભાજપ તરફથી સ્પષ્ટ રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા નરેન્દ્ર મોદીના નામે ભાજપને ઓછામાં ઓછી 272 બેઠકો મળશે, ત્યારે જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે. અનંતમૂર્તિ મુજબ નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બને, તો તેઓ દેશ છોડી દેશે.

modi-anant

ખેર, એ તો ભવિષ્યની વાત છે કે મોદી વડાપ્રધાન બનશે કે કેમ અને અનંતમૂર્તિ પછી શું કરશે? પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ દેશમાં કોઈ વ્યક્તિનું પંચાયત-પાલિકા પ્રમુખ હોવું કે મેયર હોવું કે પછી મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવું લોકશાહી રીતે કોઈ મતલબ નથી ધરાવતો? જેવું કે આપણએ ઊપર જોયું કે બહુમતી જેટલી બેઠકો મળ્યે જ કોઈ વ્યક્તિ લોકશાહીમાં મુખ્યમંત્રી કે વડાપ્રધાન જેવા હોદ્દા ઉપર પહોંચે છે અને તેવી વ્યક્તિને સૌથી વધુ લોકોનો ટેકો હાસલ હોય છે. જો આ પ્રક્રિયા પૂર્ણ કરતા કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને, તો તેને તે હોદ્દા સુધી પહોંચાડનાર બહુમતી લોકો મૂરખાં ગણાશે? શું તે વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ મતો આપનારા ખતરામાં પડી જશે?

નરેન્દ્ર મોદી હાલ વડાપ્રધાન તો નથી, પણ તેઓ લોકશાહી ભારતના એક રાજ્ય ગુજરાતના લોકશાહી ઢગે ચુંટાયેલા મુખ્યમંત્રી છે અને તે પ્રમાણે જોઇએ, તો અનંતમૂર્તિનું નિવેદન બંધારણની અવજ્ઞા કરતાં ઓછું નથી કે જેઓ એક ચુંટાયેલા મુખ્યમંત્રી અંગે આ પ્રકારનું નિવેદન કરી રહ્યાં છે. જો અનંતમૂર્તિના ભયને યોગ્ય માની લેવામાં આવે, તો પછી ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને ભાજપને વોટ આપનાર 1 કરોડ 31 લાખ 19 હજાર 579 લોકો મૂરખાં છે? નાદાન છે? તેવીજ રીતે મોદી અને ભાજપ સિવાય કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને વોટ આપનારાઓની સંખ્યા 1 કરોડ 42 લાખ 97 હજાર 466 છે. તો તેનો મતલબ તો એમ થયો કે મોદી વિરોધી મત ધારવાતાઓ ગુજરાતમાં ખતરામાં છે. આ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મોદી અને ભાજપને મળેલા મતોની વાત છે. ગુજરાતમાં 2002 અને 2007માં પણ લગભગ આટલા જ લોકોએ ભાજપને મત આપી મોદીને જિતાડ્યા છે. તેવી જ રીતે મોદી વિરુદ્ધ મત આપનારાઓ પણ તે બંને ચૂંટણીઓમાં આટલા જ લોકો છે.

એટલું જ નહીં, અનંતમૂર્તિની વિચારસરણી મુજબ તો દેશના તે કરોડો લોકો પણ મૂરખા અને અણસમજુ છે કે જેઓ દરેક સર્વેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવાનો મત વ્યક્ત કરે છે. ચાલો માની લઇએ કે સર્વે આખા દેશની તસવીર નથી રજૂ કરતાં, પણ જે બે-પાંચ હજાર લોકોના મતો લઈ સર્વે તૈયાર કરાય છે, કમ સે કમ તેવા તમામ લોકોમાં માત્ર ભાજપ સમર્થકો કે મોદી સમર્થકો જ નહીં, પણ એક સામાન્ય નાગરિકનો મત પણ હોય છે. તો શું તે તમામ લોકો ખતરામાં પડી જવાના છે?

હકીકતમાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હોવા છતા અનંતમૂર્તિજો આ પ્રકારનું નિવેદન આપતા હોય, તો પછી તેમનામાં અને અમર્ત્ય સેન વચ્ચે શો ફેર? નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને પણ થોડાક માસ અગાઉ કંઈક આવો જ કુતર્ક કર્યો હતો. અમર્ત્યે કહ્યુ હતું કે તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે તેઓ સ્વીકારી નહીં શકે. સેન આટલું જ બોલ્યા હોત, તો વાંધો નહોતો. પ્રથમ તો તેઓ એક નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી છે અને જો તેઓ નરેન્દ્ર મોદી અને તેમની સાથે સંકળાયેલ રમખાણો મામલે ભારતીય નાગરિકત્વને કસોટીએ રાખે, તો બાબત વધુ ગંભીર બની જાય છે.

English summary
Jnanpith awardee and acclaimed Kannada writer Dr UR Ananthamurthy has said he will not live in a country with Narendra Modi as the Prime Minister. If Ananthamurthy's opinion right, then 1.31 crore peoples are fool, who vote Modi in Gujarat. Why this opinion could'nt said constitutional disobedience?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X