ISની ઓડિયો ક્લિપ, ભારતમાં લાસ વેગાસ જેવા હુમલાની ધમકી
આતંકી સંગઠન ઇસ્લામિક સંગઠન(IS) દ્વારા એક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે, જેને કારણે ચકચાર મચી છે. આ ક્લિપ મલયાલમ ભાષામાં છે. આ અંગે વધુ વાંચો અહીં.
આતંકી સંગઠન ઇસ્લામિક સંગઠન(IS) દ્વારા એક ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે, જેને કારણે ચકચાર મચી છે. આ ક્લિપ મલયાલમ ભાષામાં છે, જેમાં ભારતમાં આતંકી હુમલાઓને અંજામ આપવાની વાત કહેવામાં આવી છે. ભારતના પ્રસિદ્ધ હિંદુ સ્થાનો પર હુમલો કરવાની વાત આ ક્લિપમાં કહેવામાં આવી છે, જેમાં ખાસ કરીને કુંભના મેળા અને કેરળના ત્રિશૂર પૂરમને નિશાને લેવાની વાત છે. 10 મિનિટની આ ઓડિયો ક્લિપમાં રાશિદ અબ્દુલ્લા નામના માણસે પોતાને આઈએસના મિલિટન્ટ તરીકે રજૂ કરતા ભારતના હિંદુ તીર્થ સ્થાનોને ઉડાવવાની ધમકી આપી છે. કેરળનો રહેવાસી આ રાશિદ જિહાદ ખાતર અફઘાનિસ્તાન જઇ આઈએસમાં જોડાયો હતો.

આ ક્લિપમાં આતંકી કુરાનના કેટલાક વાક્યો વાંચતા કહી રહ્યો છે કે, આ તેની 50મી ઓડિયો ક્લિપ છે. તે આ ક્લિપમાં પોતાના સાથીઓને કહે છે કે, તેઓ ઇચ્છે તો લાખો લોકોના ભોજનમાં ઝેર ભેળવી શકે છે, ઇચ્છે તો કુંભ અને ત્રિશૂર પુરમ દરમિયાન લોકો પર ટ્રક ચડાવી શકે છે. તેણે આગળ કહ્યું કે, આપણા એક સમર્થકે લાસ વેગાસમાં એકલા હાથે અનેક લોકોને માર્યા. તમે ઓછામાં ઓછું એક ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયત્ન તો કરો, કે પછી ચપ્પુથી હુમલો કરો. તેણે આગળ કહ્યું કે, આઈએસ મુજાહિદ્દીન આખી દુનિયામાં આ કામ કરી રહ્યું છે. આ ઓડિયો ક્લિપથી લાગી રહ્યું છે કે, આઈએસ પશ્ચિમી દેશો જેવા જ હુમલાઓ ભારતમાં પણ કરવાની ફિરાકમાં છે. ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, આઈએસ દુનિયાના અંતિમ માણસ સુધી લડાઇ ચાલુ રાખશે. કેરળ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
