ભાજપ નહીં, અણ્ણા હઝારે છે કેજરીવાલ માટે પડકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ કદાચ જ કોઇએ વિચાર્યુ હશે કે અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલ આમને સામને આવી જશે, પરંતુ હવે સ્થિતિ એવી રીતે નિર્માણ પામી રહી છે. કિરણ બેદી દ્વારા જાહેરમાં ભાજપને સમર્થન કરવાથી કહેવામાં આવી રહ્યું છેકે કેજરીવાલને હવે ટીમ અણ્ણાના પડકારનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે, કિરણ બેદીએ નિવેદન આપ્યું હતુ કે 2014માં આમ આદમી પાર્ટીએ મત આપવો મતલબ કોંગ્રેસને મત આપવા જેવી વાત છે. નરેન્દ્ર મોદીનો પક્ષ લેતા બેદીએ કહ્યું હતું કે દેશને એક મજબૂત અને સશક્ત નેતૃત્વ આફવા માટે મારો મત ભાજપને જ જશે. બેદીના આ નિવેદનથી ટીમ અણ્ણા અને કેજરીવાલ વચ્ચેની કટૂતા ખુલીને સામે આવી ગઇ છે, બીજી તરફ અણ્ણાના સહયોગી વીકે સિંહ પણ મોદી સાથે અનેક મંચ પર જોવા મળ્યા છે.

anna-hazare-arvind-kejriwal-latest
આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા ત્યારે કિરણ બેદીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભાજપ અને આપ મળીને સરકાર બનાવે, પરંતુ કેજરીવાલે કોંગ્રેસનું સમર્થન લીધું. કિરણ ટીમ અણ્ણાના પ્રમુખ સભ્ય છે અતઃ તેમના નિવેદનને અણ્ણા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, બીજી તરફ આમ જનતામાં અણ્ણા હજારે, કેજરીવાલ કરતા વધારે વિશ્વસનીય છે, અતઃ કેજરીવાલને અણ્ણા વિરુદ્ધમાં જવું ભારે પડી શકે છે.

એ પણ ધ્યાન આપવા યોગ્ય છેકે, કેજરીવાલ ટીમના પ્રમુખ સભ્ય પ્રશાંત ભૂષણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે, તેમણે નક્સલી ક્ષેત્રો અને કાશ્મીરાં જનમત સંગ્રહના આધારે સેના તૈનાત કરવાની વાત કરી હતી. જેનાથી ટીમ કેજરીવાલની રાષ્ટ્રીય મુદ્દાઓ પર અપરિપક્વતા ઉજાગર થઇ ગઇ. જેના કારણે આપ પાર્ટીએ અનેક વિરોધોનો સામનો કરવો પડ્યો. કેજરીવાલની ટીમ અંગે નેવુંના દશકામાં કાશ્મીરમાં વિદ્રોહ રોકવા તૈનાત રહેલા મેજર જનરલ જીડી બક્ષીએ કહ્યું છે કે, શહેર મધ્યમ વર્ગને પ્રભાવિત કરનાર કેજરીવાલ પાસે માત્ર ભ્રષ્ટાચારનો મુદ્દો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને પણ સમજવા જોઇએ. અમે મિશ્ર અથવા ટ્યૂનિશિયા જેવી ક્રાન્તિ નથી ઇચ્છતા.

કેજરીવાલે આજે મીડિયામાં કહ્યું કે 2014ની લોકસભા ચૂંટણી ભાજપઅને આપ વચ્ચે લડાશે, પરંતુ તેમની સામે વિદેશ નીતિ અને અર્થવ્યવસ્થા જેવા મોટા પડકારો હશે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તેમની કઇ યોજના છે તેનો પણ તેમણે ખુલાસો કરવો પડશે. રાજકીય પંડિતો અનુસાર આપ લોકસભામાં વધુમાં વધુ 50 બેઠકો લાવી શકે છે, હાલ કેજરીવાલ સામે ટીમ અણ્ણા જ પડકાર છે.

English summary
In a statement team Anna's member Kiran Bedi stated that any vote for Aam Aadmi Party would be synonymous to voting for Congress. Is Team Anna new challenge for Arvind Kejriwal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.