For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો શું 2014નો મુકાબલો મોદી V/S મનમોહન હશે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-modi
નવી દિલ્હી, 3 એપ્રિલ: ભાજપાએ જે પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આગામી લોકસભાની ચુંટણી 2014 માટે આગળ કર્યા છે તેને જોતાં લાગે છે કે કોંગ્રેસે પોતાની રણનિતી બદલી નાખી છે. તે લોકસભાની ચુંટણીમાં હવે રાહુલ ગાંધી V/S નરેન્દ્ર મોદીના બદલે મોદી V/S મનમોહન બનાવવામાં પોતાનું હિત જોઇ રહી છે. જો ચુંટણીના પરિણામ કોંગ્રેસના પક્ષમાં ના આવે તો તે રાહુલ ગાંધીના માથે હારનું ઠીકરું ના ફૂટે.

એમ લાગે છે કે કોંગ્રેસ આગામી લોકસભાની ચુંટણીમાં પણ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં જ ચુંટણી લડવાનું મન બનાવી લીધું છે. એવા સંકેત પાર્ટી મહાસચિવ અને મીડિય પ્રભારી જર્નાદન દ્રિવેદીએ આપ્યાં છે. જર્નાદન દ્રિવેદી કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન વચ્ચે સંબંધ છે તે પહેલાં ક્યારેય જોવા મળ્યા નથી. કદાચ ભવિષ્ય માટે પણ આ જ આદર્શ મોડલ છે. જર્નાદન દ્રિવેદી કહ્યું હતું કે રાહુલ ગાંધી પહેલાં પણ કહી ચુક્યાં છે તેમની પ્રાથમિકતા પાર્ટી સંગઠન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચુંટણીની અટકળોને પ્રથમ ઝાટકો વડાપ્રધાન મનમોહન સિંહે પોતે આપ્યો હતો. થોડા દિવસો પહેલાં આફ્રિકાથી સ્વદેશ પરત ફરતી વખતે તેમને મિડીયા સાથે વાતચીત કરતાં સંકેત આપ્યા હતા કે આગામી વડાપ્રધાન પદ માટે ત્રીજી વાર તેમની તાજપોશી વાત આવશે તો તે વિચાર કરશે. તેમને ત્રીજી વાર વડાપ્રધાન બનવાથી મનાઇ કરી નથી.

જર્નાદન દ્રિવેદીના નિવેદન બાદ માનવામાં આવે છે કે પાર્ટી હવે આ લાઇન પર ચાલશે. જો કે રાહુલ ગાંધીના અંગત માનવામાં આવતાં મહાસચિવ દિગ્વિજય સિંહ પોતાના વલણ પર કાયમ રહ્યાં છે, તેમને જનાર્દન દ્રિવેદીના નિવેદનને પોતાનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે.

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
He may have been dubbed as a weak leader by the opposition, but if Congress sources are to be believed, Manmohan Singh may become the party’s choice for the PM’s post for a possible third term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X