શું ખરેખર સ્વાઇન ફલૂ ખતરનાક મહામારી છે કે પછી તેની દવાના વેચાણ માટે ખોટો હાઉ ઊભો કરાયો છે?
સ્વાઇન ફ્લૂથી દરરોજ આપણા ગુજરાતમાં કોઇને કોઇ વ્યક્તિ મરી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ મામલે ભારતભરમાં ગુજરાત પ્રથમ છે. દરરોજ મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાય છે.
સ્વાઇન ફ્લૂથી દરરોજ આપણા ગુજરાતમાં કોઇને કોઇ વ્યક્તિ મરી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ મામલે ભારતભરમાં ગુજરાત પ્રથમ છે. દરરોજ મોટી સંખ્યામાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાય છે. વધુમાં ગુજરાતભરમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક 900 ઉપર ગયો છે. વધુમાં ન્યૂઝમાં પણ રોજ રોજ આવા સમાચાર લોકોની ચિંતામાં વધારો કરે છે.

ત્યારે સવાલ એ છે કે શું ખરેખરમાં સ્વાઇન ફ્લૂ જેટલો બતાવામાં આવે છે તેટલો ખતરનાક છે? શું સ્વાઇન ફ્લૂ ખરેખરમાં એક ખતરનાક મહામારી છે? ભારતમાં અન્ય પણ અનેક બિમારીઓ છે જે મોટી સંખ્યામાં લોકોનો ભોગ લઇ રહી હોય. શું એઇડ્સ, ટીબી જેવી બિમારીને પણ સ્વાઇન ફ્લૂ જેટલું જ કવરેજ મળી રહ્યું છે?
સ્વાઇન ફ્લૂનો હાઉ પ્રતિદિન વધી રહ્યો છે. આપણે જ્યારે પણ ઘરની બહાર પગ મૂકીએ છીએ માસ્ક પહેરીને નીકળીએ છીએ. અને થોડાક તાવ આવે તો ડોક્ટરની કેબિન સુધી પહોંચી જઇએ છીએ. સજાગ રહેવું સારી વાત છે. પણ શું સજાગતા કરતા લોકમાં ડર વધી ગયો છે?
શું મિડિયા પણ સ્વાઇન ફ્લૂનું વધુ પડતું કવરેજ આપી રહ્યું છે? કારણ કે જે રીતે મિડિયામાં બતાવામાં આવી રહ્યું તે બધુ સાચું નથી
કેવી રીતે?
વારંવાર કહેવામાં આવી રહ્યું છે ભારતમાં સ્વાઇન ફ્લૂના કેસ 10,000 વધુ છે. મૃત્યુઆંક 1,800એ પહોંચ્યો છે. એ વાત સત્ય છે કે ધણાં લોકોનો સ્વાઇન ફ્લૂએ ભરડો લીધો છે. પણ તે વાત પણ એટલી જ સાચી છે કે ધણા લોકોને સ્વાઇન ફ્લૂ હતો પણ તે સાજા થઇ ગયા છે. ધણી વાર તો કોઇ પણ દવા વગર કે થોડી દવા પછી જ લોકો સાજા થયા હોય તેવી ખબરો આવે છે.
સાજા થયેલા લોકોના આંકડા ભાગ્યે જ આવે છે બહાર!
કોઇએ ભાગ્યે જ તે શોધવાનો કે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે કે આખરે કેટલા લોકો સ્વાઇન ફ્લૂથી સાજા થયા છે. રિપોર્ટ મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇજેશને 2009માં સ્વાઇન ફ્લૂને મહામારી જાહેર કરી હતી પણ ત્યારથી આજ દિન સુધી તેની પર અનેક રિસર્ચ થયા છે અને તે જોવા મળ્યું છે કે ખાલી 0.02 લોકો ખરેખર સ્વાઇન ફ્લૂના કારણે મર્યા હોય.
એ વાત તો સાચી છે કે ભારતમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક વધુ છે. પણ તે સાથે એ વાત પણ એટલી જ સાચી છે ભારતમાં આ બિમારીનું નિદાન કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ અછત છે.
શું ખરેખર સ્વાઇન ફલૂ ખતરનાક મહામારી છે કે પછી તેની દવાનું વેચાણ વધારવા ખોટો હાઉ ઊભો કરાઇ રહ્યો છે? કેમ ટીબી, ડાયેરિયા, એનિમિયા જેવી બિમારી જે અનેક લોકોના પ્રાણ લઇ ચૂકી છે તેના વિષે કોઇ ખાસ કંઇ નથી બોલી રહ્યું? શું આ બિમારીઓની દવા સસ્તી છે અને તેને સરકારી રાહત મળે છે તે માટે આવું કરાય છે?












Click it and Unblock the Notifications
