For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહે મોદી સાથે જોડ્યા મહાબોધિ વિસ્ફોટના તાર!

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 8 જુલાઇ : બોધગયાના મહાબોધિ મંદિરમાં રવિવારે સવારે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ પર રાજકારણ ગરમાયું છે. આ આતંકવાદી હુમલાને લઇને કોંગ્રેસ અને ભાજપા એકબીજાની ઉપર કાદવ ઉડાડતી દેખાઇ રહ્યા છે.

હાલમાં જ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ ઘટનાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપાના મહાસચિવ તથા ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ સાથે જોડી દીધી છે.

દિગ્વિજય સિંહે ટ્વિટર પર એક પછી એક ટ્વિટ કરતા લખ્યું છે કે એક બાજું અમિત શાહ અયોધ્યા જઇને રામમંદિરની માળા જપે છે અને બીજી બાજું નરેન્દ્ર મોદી શનિવારે નીતિશ કુમારને સબક શીખવાડવાની વાત કરે છે. અને તેના બીજા જ દિવસે બોધગયામાં બ્લાસ્ટ થઇ જાય છે. હું નથી જાણતો કે આ વાતનો એકબીજા સાથે કોઇ સંબંધ છે કે નહીં. જોકે દિગ્વિજય સિંહે છેલ્લે એવું જણાવ્યું કે એકવાર એનઆઇએની તપાસ પૂરી થવા દો, બાદમાં બધી જ હકીકત સામે આવશે.

આ પહેલા દિગ્વિજય સિંહે ગયા મંગળવારે પણ એવો દાવો કર્યો હતો કે 'આવનાર લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે બીજેપી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રમખાણો કરાવી શકે છે. તેમણે કર્ણાટક રાજ્ય સમિતિની સામાન્ય સભાની બેઠકમાં જણાવ્યું હતું કે બીજેપીને લાગી રહ્યું છે કે તે કોઇ સાંપ્રદાયીકરણ કર્યા વગર ચૂંટણીમાં જીત હાંસલ નહીં કરી શકે.'

English summary
Digvijay singh tweets, Is there any connection of Narendra Modi with Maha bodhi serial blast?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X