સિયાસી ઈનિંગની તૈયારીમાં છે યુવરાજસિંહ? જાણો ચૂંટણી લડવા મુદ્દે શું કહ્યું?
હાલમાં જ બીજેપી સાંસદ રહેલા ગૌતમ ગંભીરે રાજનીતિ છોડવાની જાહેરાત કરી છે. આ જાહેરાત વચ્ચે અહેવાલ છે કે યુવરાજ સિંહ સિયાસી મેદાનમાં ઉતરી શકે છે.
પંજાબની ગુરદાસપુર સીટ ઘણી ચર્ચામાં રહે છે. અહીંથી વિનોદ ખન્ના, સની દેઓલ જેવા મોટા નામોએ જીત નોંધાવી છે. અહીંથી યુવરાજ સિંહ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી વાતો સામે આવી છે, યુવરાજ સિંહે પોતે આવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

યુવરાજે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મીડિયા રિપોર્ટ્સથી વિપરીત હું ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે હું લોકોને મદદ કરવા અને ટેકો આપવા માટે છું.
હું મારા ફાઉન્ડેશન દ્વારા આ કરવાનું ચાલુ રાખીશ. ચાલો આપણે આપણી ક્ષમતાઓ સાથે પરિવર્તન લાવવાનું ચાલુ રાખીએ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ યુવરાજ સિંહ અને તેની માતા શબનમ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા. તેનો અર્થ કાઢવામાં આવ્યો અને યુવરાજ સિંહનું નામ સામે આવ્યું. મીડિયા રિપોર્ટ્સ બાદ હવે યુવરાજે પોતે આવીને સમગ્ર પરિસ્થિતિનો ખુલાસો કર્યો છે.
યુવરાજ સિંહ, લોકસભા ચૂંટણી, બીજેપી, ગુરૂદાસપુર, ગુરૂદાસપુર લોકસભા સીટ, ગૌતમ ગંભીર, સની દેઓલ, Yuvraj Singh, Lok Sabha Elections, BJP, Gurudaspur, Gurudaspur Lok Sabha Seat, Gautam Gambhir, Sunny Deol,જણાવી દઈએ કે, યુવરાજ સિંહ કેન્સર પીડિતોની મદદ માટે પોતાનું ફાઉન્ડેશન યુવી કેન ચલાવે છે. આ દ્વારા તેણે લોકોને મદદ કરવાની જવાબદારી ઉપાડી છે. હાલમાં તે આ અંતર્ગત લોકોને મદદ કરવા માંગે છે. જો કે તે ભવિષ્યમાં ચૂંટણી લડશે કે નહીં તેની કોઈને ખબર નથી.












Click it and Unblock the Notifications
