PICS: ઈટલીમાં શરૂ થઈ ઈશા અંબાણી-આનંદ પીરામલની સગાઈની ઉજવણી
રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈની ઉજવણી શુક્રવારથી ઈટલીમાં શરૂ થઈ ગઈ છે.
રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈની ઉજવણી શુક્રવારથી ઈટલીમાં શરૂ થઈ ગઈ છે. ઈશા અંબાણીએ પોતાના બોયફ્રેન્ડ આનંદ પીરામલ સાથે ઈટલીના સુંદર લોકેશન લેક કોમોમાં સગાઈ કરી. આ સગાઈમાં શામેલ થવા માટે બોલિવુડના તમામ સિતારા ઈટલી પહોંચ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ પોતાના ફિયાન્સ નિક જોનસ સાથે સગાઈમાં જોવા મળી. વળી, અનિલ કપૂર પણ લેક કોમોમાં ઉજવણીમાં શામેલ થવા પહોંચ્યા.

ફિયાન્સ નિક જોનસ સાથે પહોંચી પ્રિયંકા
ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની ઉજવણી ઈટલીના લેક કોમોમાં ત્રણ દિવસ સુધી ચાલશે. શુક્રવાર સાંજથી આ ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના કેટલાક ફોટા સામે આવ્યા છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈમાં હાજર રહેવા માટે બોલિવુડના બધા મોટા સ્ટાર્સ ઈટલી પહોંચી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના ફિયાન્સ નિક જોનસ સાથે સગાઈમાં શામેલ થઈ.

અનિલ કપૂર પણ સગાઈમાં રહ્યા હાજર
અનિલ કપૂર પણ સગાઈમાં કાળા રંગના સૂટમાં જોવા મળ્યા. જેમાં તે ઘણા હેન્ડસમ લાગી રહ્યા હતા. ઈટલીના લેક કોમોમાં 21 સપ્ટેમ્બરથી થરૂ થયેલ સગાઈની ઉજવણીને મુકેશ અંબાણી, નીતા અંબાણી હોસ્ટ કરશે. સાંજે 5 વાગ્યાથી લેક કોમોના Villa Balbiano માં મહેમાનોનું ડિનર થશે જ્યાં પહેલા સગાઈની વિધિ કરવામાં આવશે.

અહીં થશે સગાઈનો ભવ્ય કાર્યક્રમ
બીજા દિવસે એટલે 22 સપ્ટેમ્બરે બધા મહેમાનો માટે Villa Balbiano માં લંચ અને ડિનર-ડાંસનો કાર્યક્રમ થશે. ત્રીજા દિવસે એટલે કે 23 સપ્ટેમ્બરે Duomo di Como અને Teatro Sociale Comowill માં મહેમાનો માટે ફેરવેલ લંચ થશે. ઈશા અંબાણીના ભાવિ પતિ આનંદ પીરામલ કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર છે.

જાણો કોણ છે આનંદ પીરામલ
આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના પદ પર છે. 25 વર્ષીય આનંદ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ઈકોનોમિક્સમાં સ્નાતક છે. ત્યારબાદ તેમણે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યુ છે. આનંદ પીરામલ ગ્રુપનો રિયલ એસ્ટેટ બિઝનેસ સંભાળે છે. પીરામલ ગ્રુપ જોઈન કરતા પહેલા આનંદે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા હતા. પહેલુ પીરામલ ઈ સ્વાસ્થ્ય કે જે ગ્રામ્ય હેલ્થકેર સ્ટાર્ટઅપ છે અને બીજુ પીરામલ રિયલ્ટી.












Click it and Unblock the Notifications
