Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા

ઈશા અંબાણીના સંગીત ફંક્શન દરમિયાન બોલિવુડના બધા સ્ટાર્સ હાજર હતા. સલમાનથી ખાનથી લઈને શાહરુખ ખાન, ઐશ્વર્યા રાયથી લઈને આમિર ખાન સુધી દરેક જણ ત્યાં હાજર હતા.

ભારતની સૌથી નાની અબજપતિ અને એશિયાના સૌથી અમીર બિઝનેસમેનની દીકરી ઈશા અંબાણીના લગ્નની ઉજવણી હાલમાં ઉદેપુરમાં ચાલી રહી છે. મુકેશ અંબાણીએ પોતાની લાડલી દીકરીના લગ્ન માટે પર્સનલ આઈફા એવોર્ડ કરાવી દીધા. વાસ્તવમાં કાલે રાતે ઈશા અંબાણીના સંગીત ફંક્શન દરમિયાન બોલિવુડના બધા સ્ટાર્સ હાજર હતા. સલમાનથી ખાનથી લઈને શાહરુખ ખાન, ઐશ્વર્યા રાયથી લઈને આમિર ખાન સુધી દરેક જણ ત્યાં હાજર હતા. આટલુ જ નહિ આ આલીશાન સંગીતમાં બે ખૂબ જ ખાસ મહેમાન હતા - પૉપ બિયોન્સે અને અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન.

બિયોન્સેના પર્ફોર્મન્સે આગ લગાવી

બિયોન્સેના પર્ફોર્મન્સે આગ લગાવી

બિયોન્સેના ફોટા અને પર્ફોર્મન્સ બંનેએ આગ લગાવી દીધી પરંતુ ફેન્સના દિલથી તો ત્યારે ભરાયા જ્યારે તેમણે શાહરુખ-ગૌરી અને ઐશ્વર્યા-અભિષેકની જોડીને પર્ફોર્મ કરતા જોયા. ત્યારબાદ ફેન્સની ખુશીનો પાર ન રહ્યો. શાહરુખ, ઐશ્વર્યા અને આમિર બધા એકસાથે ડાંસ કરતા ફોટા વાયરલ થઈ ગયા. જુઓ આ સંગીતના ફોટા અને વીડિયો-

બધા સિતારા એક સાથે સ્ટેજ પર

બધા સિતારા એક સાથે સ્ટેજ પર

આમિર, શાહરુખ અને ઐશ્વર્યા કોઈ લગ્નમાં એકસાથે ડાંસ કરતા જોવા મળશે તેવુ કોઈએ વિચાર્યુ હતુ?

દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ

દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ

શાહરુખ ખાન અને ગૌરી ખાન એકસાથે દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ પર પર્ફોર્મ કરતા જોવા મળ્યા.

ક્યુટ કેમેસ્ટ્રી

ક્યુટ કેમેસ્ટ્રી

આ દરમિયાન શાહરુખ અને ગૌરીની કેમેસ્ટ્રીના દરેક જણ દીવાના થઈ ગયા.

Awww સલમાન

Awww સલમાન

ઈશાના ભાઈ અનંત અંબાણી આ પ્રસંગે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાંસ કરતા જોવા મળ્યા અને સલમાન બેકગ્રાઉન્ડ ડાંસર બનીને શાહરુખના ગીત કોઈ મિલ ગયા પર થિરકતા જોવા મળ્યા.

ખૂબ મસ્તી

ખૂબ મસ્તી

સલમાન બાકીની સંગીત સેરેમની પણ ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા. સાથમાં છે મુકેશ અંબાણી અને મોટા પુત્ર આકાશ અંબાણી.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

કૈટરીના કૈફ પણ આ સુંદર લહેંગામાં ખૂબ જ સુંદર અંદાજમાં ડાંસ કરતી જોવા મળી.

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા-અભિષેક

ઐશ્વર્યા અને અભિષેકે પણ આ પ્રસંગે સ્ટેજ પર ધૂમ મચાવી દીધી. બંને ઘણા વર્ષો બાદ આ રીતે ડાંસ કરતા જોવા મળ્યા.

હમદમ

હમદમ

ઐશ્વર્યા અને અભિષેક પોતાની ફિલ્મ ગુરુના ગીત પર તેરે બિના બેસવાદી રતિયાં પર પર્ફોર્મ કરતા જોવા મળ્યા.

શાવા શાવા

શાવા શાવા

આખો અંબાણી પરિવાર એક સાથે શાહરુખના ગીત શાવા શાવા પર પર્ફોર્મ કરતો જોવા મળ્યો.

ઉફ્ફ આ ફોટો

ઉફ્ફ આ ફોટો

આ ફોટો તમે જેટલી વાર પણ જોશો તમારુ મન નહિ ભરાય. શાહરુખ અને ગૌરી ખાન, રણબીર કપૂરના યે જવાની હે દીવાનીના ગીત દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ પર ડાંસ કરતા જોવા મળ્યા.

શાહરુખ અને ગૌરી

શાહરુખ અને ગૌરી ખાન, રણબીર કપૂરના યે જવાની હે દીવાનીના ગીત દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ પર ડાંસ કરતા જોવા મળ્યા.

ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણી

સલમાન ખાન, અનંત અંબાણીનો સાથ આપી રહ્યા હતા જે પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે શાહરુખની ફિલ્મ કુછ કુછ હોતા હેના ગીત કોઈ મિલ ગયા પર ડાંસ કરી રહ્યા હતા.

ગુરુના ગીત પર થિરક્યા એશ-અભિ

વળી, ઐશ્વર્યા રાય બચ્ચન પણ પતિ અભિષેક બચ્ચન સાથે ગુરુના ગીત પર થિરકતી જોવા મળી. ગુરુ, મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીના જીવનથી જ પ્રેરિત હતી.

પાવર કપલ

ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ સંગીત ફંક્શનના અંતમાં સ્ટેજ પર આવ્યા. આ ક્યુટ કપલ ડાંસ માટે.

પૉપ સિંગર બિયોન્સે

આ પાર્ટીમાં સૌથી વધુ જો કોઈ આગ લગાવી હોય તો એ હતી હોલીવુડ પૉપ સિંગર બિયોન્સે. 12 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાશે. ત્યાં સુધી મુંબઈથી ઉદયપુર બોલિવુડ સિતારાઓની અવરજવર ચાલુ રહેશે. આ લગ્નની સૌથી ખાસ મહેમાન છે હિલેરી ક્લિંટન જેમની ચર્ચા દરેક જગ્યાએ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X