For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ : દિગ્વિજયે સુષ્મા સ્વરાજના પતિને લપેટમાં લીધા

|
Google Oneindia Gujarati News

digvijay-sushma
નવી દિલ્હી, 10 જુલાઇ : ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આઇબી ઓફિસર રાજેન્દ્ર કુમારની ભૂમિકા અંગે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજને કઠેડામાં ઉભા કરી દીધા છે.

એક સમાચાર પત્ર સાથેની વાતચીતમાં દિગ્વિજય સિંહે જણાવ્યું કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તરફથી દેખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં રાજેન્દ્ર કુમારનું નામ છે. સિંહના જણાવ્યા અનુસાર રાજેન્દ્ર કુમાર સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ સાથે કામ કરી ચૂક્યા છે.

તેમણે આરોપ લગાવ્યા કે તેઓ ચંદીગઢમાં આઇબી અધિકારીના રૂપે પદસ્થ હતા. જ્યારે નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના પ્રભારી હતા અને અડવાણી કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા ત્યારે રાજેન્દ્ર કુમારને અમદાવાદમાં આઇબીના સંયુક્ત નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપના નેતાઓ સાથે રાજેન્દ્ર કુમારને જોડી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું કે હું કશું જ કહી રહ્યો નથી. હું માત્ર હકીકત દર્શાવી રહ્યો છું. તેમણે એમ પણ જણાવ્યું કે શું એ હકીકત નથી કે જ્યારે સુષ્માના પતિ મિઝોરમમાં રાજ્યપાલ હતા, ત્યારે રાજેન્દ્ર તેમની નજીન ન હતા? એ પણ સત્ય નથી કે અડવાણીએ જ કુમારને અમદાવાદમાં નિયુક્ત કરાવ્યા હતા?

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પાસેના વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં 19 વર્ષની ઇશરત ઉપરાંત જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઇ, અમજદઅલી રાણા અને જિશાન જૌહરને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્ાય હતા. આ નકલી એન્કાઉન્ટર 15 જૂન, 2004ના રોજ થયું હતું.

English summary
Ishrat Case : Digvijay wrapped Swaraj's husband
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X