
ભારતીય સેનાની જાસુસી કરનાર ISI એજન્ટ પોખરણથી ઝડપાયો, પુછપરછ ચાલુ
ભારતીય સૈન્યને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજોની જાસૂસીના કેસમાં પોલીસે હબીબુર રહેમાનની ધરપકડ કરી છે. હબીબુરની રાજસ્થાનના પોખરણથી ધરપકડ કરવામાં આવી છે. હબીબુરની ધરપકડ બાદ દિલ્હી પોલીસે તેની સામે ઓફિશિયલ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. ભારતીય સેનાને લગતા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને મહત્વપૂર્ણ નકશા હબીબુર પાસેથી મળી આવ્યા છે. આરોપ છેકે રહેમાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરે છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કહ્યું કે આરોપી વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છેકે આરોપી રહેમાને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેને આ દસ્તાવેજો આગ્રામાં સૈન્ય કર્મચારી પરમજીત કૌર પાસેથી મળ્યા છે. રહેમાન આ દસ્તાવેજો કમાલને આપવાનો હતો.
પોલીસે પરમજીત કૌરને પણ કસ્ટડીમાં લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરમજીત કૌરને ટૂંક સમયમાં વધુ તપાસ માટે દિલ્હી પોલીસને સોંપવામાં આવશે. આપને જણાવી દઈએ કે રહેમાન કમાલને આ મહત્વપૂર્ણ દસ્તાવેજો આપવાના હતા, આ સમગ્ર મામલામાં પોલીસે કેટલાક વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી છે, એવું માનવામાં આવે છે કે તે એક મોટા રેકેટનો એક ભાગ છે. પીટીઆઈના અહેવાલ મુજબ દિલ્હી પોલીસ કહે છે કે રેહમાન પોખરણમાં આર્મી બેઝ કેમ્પમાં શાકભાજી સપ્લાય કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેને અહીં શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ગુપ્તચર વિભાગના ઇનપુટ્સના આધારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે મંગળવારે પોખરણથી આરોપીની ધરપકડ કરી છે.