પાક.ની નાપાક પ્રવૃત્તિ : શીખોને આપી રહી છે આતંકી ટ્રેઇનિંગ!

ગૃહમંત્રીએ આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન શીખ આતંકવાદીઓની ફોજ તૈયાર કરી રહ્યું છે. તે આ આતંકવાદીઓને ભારતની સામે ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. શિંદેએ પાકિસ્તાન પર ભારત વિરોધી પગલું ભરવાનો આરોપ લગાવતા કહ્યું કે પાકિસ્તાન શીખોને આતંકવાદી હુમલા માટે ટ્રેઇનિંગ આપી રહ્યું છે.
શિંદેએ આંતરિક સુરક્ષા પર મુખ્યમંત્રીઓની મીટિંગમાં સંબોધીત કરતા જણાવ્યું કે શીખ યુવકોને પાકિસ્તાનમાં આઇએસઆઇની ચોકીઓ આતંકીઓને ટ્રેઇનિંગ આપવાનું કામ કરી રહી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલમાં બંધ કૈડરો, બેરોજગાર યુવકો, અપરાધીઓ અને તસ્કરોનો ઉપયોગ આતંકી હુમલામાં મદદના રૂપે કરી શકે છે. આ શિલશિલામાં અમેરિકા અને યૂરોપમાં રહેતા શીખ યુવકોને પણ પ્રેરિત કરવમાં આવી રહ્યા છે.
ગૃહમંત્રી શિંદેએ કહ્યું કે આવી જાણકારી છે કે આરડીએક્સ સહિત મોટી માત્રામાં હથિયાર, ગોળા બારુદ અને વિસ્ફોટક સીમાઓ થકી પંજાબમાં પહોંચાડવામાં આવ્યો છે. શિંદેએ કહ્યું કે આતંકવાદી સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. શિંદેએ કહ્યું કે પાકિસ્તાન આ શીખોને ટ્રેનિંગ આપીને ભારતની સામે ઉપયોગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
