મઝીદને 1 ભારતીયે બતાવ્યો હતો ISIS સાથે જોડાવાનો રસ્તો
મુંબઇ, 30 નવેમ્બર: ઇરાકમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) માટે લડીને ભારત પરત ફરેલા મઝીદનું નાર્કો ટેસ્ટ, લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. એનઆઇએને આશા છે કે આ ટેસ્ટથી ઘણા બધા રાજ ખુલશે. જોકે એનઆઇએ આના માટે ટૂંક સમયમાં કોર્ટમાં એપ્લિકેશન દાખલ કરવાની છે.
એનઆઇએ એ જાણવા માગે છે કે આરિફ મજીદ જતા પહેલા કોના સંપર્કમાં હતો અને તે કેવી રીતે સંગઠન આઇએસઆઇએસથી જોડાયો. આ તમામ ખુલાસા નાર્કો ટેસ્ટ અને લાઇ ડિટેક્ટરથી સામે આવી શકે છે. ઇરાક અને સીરિયામાં સક્રિય ખતરનાક આતંકી સંગઠન આઇએસઆઇએસમાં સામેલ થવા ગયેલા આરિફ મજીદે અત્યાર સુધી ઘણા ખુલાસ કર્યા છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ શખ્સ કર્ણાટકના બીજાપુરનો રહેનારો છે, તેણે જ આરિફ મઝીદ અને તેના ચાર સાથિયોને ઇરાક બોલાવ્યા. આરિફ મઝીદ અનુસાર ચારેય યુવકોને પહેલા ઇરબિલ અને પછી મોસુલ લઇ જવામાં આવ્યા. મોસુલ પહોંચીને અરીબના ત્રણ મિત્રો ડરી ગયા અને તેમણે તેનો સાથ છોડી દીધો.












Click it and Unblock the Notifications
