For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રઘુરામ રાજનને 'ISIS583848'એ આપી જાનથી મારવાની ધમકી

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 એપ્રિલ: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજનને એક શંકાસ્પદ મેઇલ મળ્યો છે, જેમાં તેમને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. મુંબઇ પોલીસ રઘુરામ રાજનને મળેલા આ મેઇલની તપાસ કરી રહી છે. જ્યારે સૂત્રોનું કહેવું છે કે મેઇલ સંબંધ આઇએસઆઇએસ સંગઠન સાથે જોડાયેલ હોઇ શકે છે.

raghuram rajan
ડીએનએ ન્યૂઝ અનુસાર રઘુરામ રાજનને તેમના જીમેઇલ એકાઉન્ટ પર ગયા મહીને isis583848 એડ્રેસ પરથી ધમકીભર્યો મેઇલ મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ મેઇલ આઇએસઆઇએસ તરફથી જ મોકલવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે આઇએસ પોતાની ક્રૂર આતંકવાદી ઘટનાઓને પગલે આખા દુનિયાભરમાં એક ખતરારૂપ બની ગયું છે. હવે જોવાની વાત એ છે કે શું આ મેઇલ ખરેખર આઇએસ તરફથી મોકલામાં આવ્યો છે કે કોઇ નકામા તત્વોની મજાક છે.

ISISએ આપી શ્રીશ્રી રવિશંકરને પણ જાનથી મારવાની આપી હતી ધમકીISISએ આપી શ્રીશ્રી રવિશંકરને પણ જાનથી મારવાની આપી હતી ધમકી

દુનિયાના સૌથી ખતરનાખ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી આપી હતી. આ ધમકી તેમને એ સમયે આપવામાં આવી હતી જ્યારે તેઓ મલેશિયામાં પોતાની એક શિબિરનું આયોજન કરી રહ્યા હતા. મલેશિયાના પેનાંગમાં હોટલ જેનના મેનેજરને એક પત્ર મળ્યો, જેમાં આઇએસઆઇએસે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો હોટલ શ્રી શ્રી રવિ શંકરને પોતાના ત્યાં રોકાવા દેશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તે જ કવરમાં એક પત્ર શ્રી શ્રીને જાનથી મારવાની ધમકી પણ લખવામાં આવી હતી.

English summary
RBI governor Rajan received the e mail in his official account from a gmail ID isis583848 last month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X