ઝાકિર નાઇકે કર્યું સુસાઇડ અટેકનું સમર્થન, પણ નીસ હુમલાની નિંદા!
ઢાકામાં થયેલા આતંકી હુમલા પછી સમાચારોમાં આવેલા ઝાકીર નાઇકે મીડિયા સાથે વાતચીત કરી હતી. સ્કાઇપ જોડે મીડિયા સાથેની તેમની આ વાતચીતમાં તેમણે કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અને પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું કે તે કોઇ પણ આતંકીની મળેલા નથી. અને ના જ તેમણે કદી કોઇને આતંકવાદ મામલે પ્રભાવિત કર્યું છે.
ઝાકિરે વધુમાં ફ્રાંસમાં આજે થયેલા આંતકી હુમલાની પણ નિંદા કરી. તેમણે કહ્યું કે તે સુસાઇટ અટેકનું સમર્થન કરે છે કારણ કે યુદ્ધમાં સુસાઇડ અટેક વ્યાજબી છે.
ત્યારે મીડિયા સાથે તેમની આ વાતચીતના શું શું મુદ્દા રહ્યા તે વિષે વાંચો અહીં...

1. ઢાકા આતંકી હુમલા બાદથી મારું મીડિયા ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.
2. હું કોઇ પણ આતંકવાદી સાથે મળેલો નથી. ના મેં કોઇને આતંકવાદથી પ્રેરિત કર્યા છે.
3. જો કોઇ વ્યક્તિ મારી સાથે ફોટો લે છે અને હું હસી લઉં છું તો હું તે નથી પૂછતો કે તે કોણ છે.
4. સુસાઇડ અટેક્સના વીડિયો સાથે મીડિયાએ છેડછાડ કરી છે.
5 મેં તેવું કદી નથી કહ્યું કે કોઇ મોલ, બઝાર કે બિલ્ડિંગમાં જઇને સુસાઇટ અટેક કરો
5 ઇસ્લામ મુજબ નિર્દોષોને મારવું હરામ છે.
6. મેં કહ્યું હતું કે યુદ્ધમાં કમાન્ડરના આદેશ પર સુસાઇડ અટેક કરવું યોગ્ય છે.
8 હું શાંતિ દૂત છું. દુનિયામાં ક્યાંય પણ થઇ રહેલા આતંકી હુમલાની નિંદા કરું છું.
9 વર્ષ 2008માં પીસ ટીવીના ટેલીકાસ્ટ રાઇટ માટે આવેદન કરવામાં આવ્યું ત્યારે ના પાડવામાં આવી હતી. અને ફરીથી એપ્લાય કરવા પર પણ અમને રાઇટ નહતા મળ્યા.
10 અનેક દેશ તેવા છે જ્યાં સરકારની મંજૂરી નથી લેવી પડતી. આ દેશામાં આ ચેનલ સારી રીતે ચાલી રહી છે.
11 મીડિયાએ સૂચના અને પ્રસારણ મંત્રાલયને આ બાબતે સવાલ કરવો જોઇએ.
12 હું તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારો હજી સુધી કોઇ પોલિસ કે તપાસ અધિકારીએ મને કે મારી ઓફિસનો સંપર્ક નથી કર્યો.
જો જરૂર પડી તો હું તપાસમાં સહયોગ કરીશ.












Click it and Unblock the Notifications
