For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસ્લામિક સ્કૉલર મૌલાના વહીદુદ્દીન ખાનનુ 96 વર્ષની વયે કોરોનાથી નિધન, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ

ઈસ્લામિક સ્કૉલર અને જાણીતા લેખક મહાન વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનુ 96 વર્ષની વયે કોરોનાથી નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈસ્લામિક સ્કૉલર અને જાણીતા લેખક મહાન વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાનનુ 96 વર્ષની વયે કોરોનાથી નિધન થઈ ગયુ છે. બુધવારે (21 એપ્રિલ) ઈસ્લામિક વિદ્વાન મૌલાના વહીદુદ્દીન ખાને અંતિમ શ્વાસ લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહીદુદ્દીન ખાનના મોત પર ગુરુવારે(22 એપ્રિલ)ની સવાર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ(ભાષા)એ પરિવારના સૂત્રોના હવાલાથી જણાવ્યુ કે કોરોના વાયરસ પૉઝિટીવ થયા બાદ 12 એપ્રિલે દિલ્લીની અપોલો હોસ્પિટલમાં વહીદુદ્દીન ખાનને ભરતી કરવામાં આવ્યા હતા. વહીદુદ્દીન ખાનને 'મૌલાના'ના નામથી પણ ઓળખવામાં આવતા હતા.

maulana

વહીદુદ્દીન ખાન કુરાનનો સમકાલીન અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. મૌલાના વહીદુદ્દીન ખાનને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'મૌલાના વહીદુદ્દીન ખાનના અચાનક થયેલા નિધનથી દુઃખી છુ. તેમને ધર્મશાસ્ત્ર અને આધ્યાત્મિકતા મામલે તેમના વ્યાવહારિક જ્ઞાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમને સામાજિક સેવા અને સામાજિક સશક્તિકરણનો પણ શોખ હતો. તેમના પરિવાર અને અગણિત શુભચિંતકો પ્રત્યે મારી સંવેદનાઓ છે.'

મૌલાના વહીદુદ્દીન ખાનનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢના બધરિયા ગામમાં 1 જાન્યુઆરી 1925ના રોજ થયો હતો. મૌલાના વહીદુદ્દીન ખાનને પૂર્વ સોવિયત સંઘના રાષ્ટ્રપતિ મિખાઈલના સંરક્ષણમાં ડેમ્યર્જસ પીસ ઈન્ટરનેશનલ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2000માં વહીદુદ્દીન ખાનને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા હતા. તેમને મધર ટેરેસા તરફથી નેશનલ સિટિઝન્સ અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજીવ ગાંધી નેશનલ સદભાવના પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021માં તેમને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

કોરોનાના કોહરામ વચ્ચે વાયરસના ટ્રિપલ મ્યુટંટે આપી દસ્તકકોરોનાના કોહરામ વચ્ચે વાયરસના ટ્રિપલ મ્યુટંટે આપી દસ્તક

English summary
Islamic scholar maulana wahiduddin Khan passed away at 96 after testing positive for coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X