PSLV-C56 નું સફળ પ્રક્ષેપણ, ISRO ચીફે આપી શુભકામનાઓ

સિંગાપુરના ડીએસ- એસઆર સેટેલાઇટ સહિત સાત ઉપગ્રહને પીએસએલવી સી56 રોકેટના માધ્યમથી સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. સવારે સાડા છ કલાકે ઇસરોના શ્રીહરિકોટાથી રોકેટના લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISROના વડા એસ સોમનાથે જણાવ્યું હતું કે, આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. PSLV-C56 સહિત બાકીના સાત સહ-પેસેન્જર ઉપગ્રહો તેમની ઇચ્છિત ભ્રમણકક્ષામાં ચોક્કસ રીતે મૂકવામાં આવ્યા છે.

ISRO

ISROએ જણાવ્યું હતું કે, પ્રાથમિક ઉપગ્રહ લિફ્ટ-ઓફ થયાના લગભગ 23 મિનિટ બાદ અલગ થઈ ગયો. જે બાદ છ અન્ય સહ-મુસાફર ઉપગ્રહોને પણ અલગ કરવામાં આવ્યા હતા, જે અનુક્રમે ઇચ્છિત ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા.

અન્ય નાના ઉપગ્રહોમાં Velox AM, Arcade, Scoob-III, Nullion, Gelesia-2 અને ORB-12 સ્ટ્રાઈડરનો સમાવેશ થાય છે. PSLV-C56 એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડનું એક મિશન છે, જે ઈસરોની વ્યાપારી શાખા છે.

આ મિશન 2023માં ISROનું ત્રીજું કોમર્શિયલ મિશન છે. ઈસરોએ અગાઉ માર્ચમાં એલવીએમ3 રોકેટ સાથે યુકેના વનવેબના 36 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. જે બાદ એપ્રિલમાં પીએસએલવી રોકેટથી સિંગાપોરના બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. DS-SAR સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી (DSTA) અને સિંગાપોરની ST એન્જિનિયરિંગ વચ્ચેની પાર્ટનરશીપ હેઠળ વિકસાવવામાં આવી છે.

આ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત સિન્થેટીક એપરચર રડાર (SAR) પેલોડ વહન કરે છે, જે તમામ હવામાન પરિસ્થિતિઓમાં ચિત્રો લેવામાં સક્ષમ છે. જ્યારે Velox AM એક માઇક્રો સેટેલાઇટ છે. એટમોસ્ફેરિક કપલિંગ એન્ડ ડાયનેમિક્સ એક્સપ્લોરર (ARCADE) એક પ્રાયોગિક ઉપગ્રહ છે. સ્કૂબ નેનોસેટેલાઇટ છે. ગેલેસિયા-2 પૃથ્વીની નીચેની કક્ષામાં પરિભ્રમણ કરશે.

ORB-12 સ્ટ્રાઈડરને આંતરરાષ્ટ્રીય સહયોગ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. Velox AM, Arcade, Scoob- III નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, રિંગાપુર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ન્યુલિયન નુસ્પેસ Pte લિ. સાથે સંબંધિત છે. ગેલેસિયા-2 ને સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી દ્વારા અને ORB-12 સ્ટ્રાઈડર એલિના Pte લિમિટેડ, સિંગાપોર દ્વારા વિકસાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X