For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરો 17 માર્ચે અર્થ ઓબ્ઝર્વેશનના 25 વર્ષ પૂરાં કરશે

|
Google Oneindia Gujarati News

isro
ગાંધીનગર, 7 માર્ચ : ભારતમાં અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઇસરો 17 માર્ચના4 રોજ ભારતમાં અર્થ ઓબ્ઝર્વેશનના 25 વર્ષ પૂરાં કરશે. ભારતે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટમાં સૌપ્રથમ IRS A1ના લોન્ચ સાથે 17 માર્ચ, 1988માં અર્થ ઓબ્ઝર્વેશન શરૂ કર્યું હતું.
વર્ષ 1969માં સ્થાપવામાં આવેલા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આજે સરકાર સંચાલિત સ્પેસ એજન્સીઓમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમે આવે છે. વર્ષ 1975માં સોવિયત સંઘ સાથે મળીને ભારતે પોતાનો સૌપ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ આકાશમાં તરતો મૂક્યો હતો. ત્યાર બાદ ઇસરોએ એક પછી એક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમાંથી એક સિધ્ધિ રિમોટ સેન્સિંગ સેટેલાઇટના લોન્ચિંગને પણ માનવામાં આવે છે.

ભારતમાં વિશાળ પ્રમાણમાં રહેલા કુદરતી સ્રોતોને શોધવા તેમના પ્રમાણનો ક્યાસ લગાવવા માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ (આઇઆરએસ)ની મદદથી ભારતે નેચરલ રિસોર્સનું મેનેજમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. ભારતે તમામ આઇઆરએસને પોલર સન સિન્ક્રોનસ ઓર્બિટમાં મૂક્યા છે. આ ક્ષેત્રમાં સૌથી આધુનિક સેટેલાઇટમાં ભારતે ઓશનોસેટ, કાર્ટોસેટ અને રિસોર્સસેટ જેવા સેટેલાઇટ્સ પણ લોન્ચ કર્યા છે.
આ દિશામાં ઇસરોએ પોતાની નિપૂણતા દર્શાવતા આઇઆરએસ સીરિઝના 1સીમાં પેન કરતો કેમેરા પણ ફિટ કરી બતાવવાની સિધ્ધિ મેળવી હતી. આ કેમેરા દ્વારા 5.8 મીટર રિઝોલ્યુશનની તસવીર મેળવી શકાય છે. ભારતે સારી ટેકનિક્સનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું. આ માટે સારું રેઝોલ્યુશન મેળવવાની સાથે વધારે રોટેશન મેળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.

English summary
On March 17, 2013, India will attain the milestone of 25 years of successful operations of Earth Observation services by the Indian Remote Sensing Satellites, ever since the launch of IRS 1A on March 17, 1988.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X