Chandrayaan 3: ઈસરોએ ચંદ્રની સપાટી પર રોવર લેંડિંગનો પ્રથમ Video કર્યો જાહેર
Chandrayaan-3 Landing: ઈસરોએ આજે ચંદ્રયાન-3 રોવરનો લેન્ડરથી ચંદ્રની સપાટી પર નીચે ઉતરતા એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ અગાઉ, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 લેન્ડરનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો, જેને ચંદ્રયાન-2ના ઓર્બિટર હાઇ-રિઝોલ્યુશન કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે બુધવારે સાંજે ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો. વિક્રમ લેન્ડરે ભારતીય સમય મુજબ સાંજે 6.04 વાગે સૉફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

મિશનની સફળતા સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન લેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયેત યુનિયન અને ચીન પછી ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ પૂર્ણ કરનાર ઇતિહાસમાં ચોથો દેશ બની ગયો છે. સૉફ્ટ લેંડિંગના એક દિવસ પછી ઈસરોએ પુષ્ટિ કરી કે તમામ ચંદ્રયાન-3 સિસ્ટમ સામાન્ય છે અને બધી પ્રવૃત્તિઓ સમયસર થઈ રહી છે.
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023












Click it and Unblock the Notifications
