For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 7 મહિનામાં 19 મિશન લૉન્ચ કરશે ઈસરો

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ઈસરો ફરી એકવાર મોટા મિશનને લૉન્ચ કરવા માટે પોતાની કમર કસી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ઈસરો ફરી એકવાર મોટા મિશનને લૉન્ચ કરવા માટે પોતાની કમર કસી રહ્યું છે. ઈસરો પોતાના અંતરિક્ષ અભિયાનને ફરી વાર સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરવા જઈ રહ્યું છે અને આગામી 7 મહિનામાં ઈસરો 19 મિશન લૉન્ચ કરશે. ઈસરોના ચેરમેન કે. સિવાને જણાવ્યું કે અમે 19 મિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 10 સેટેલાઈટ અને 9 લૉન્ચ વ્હીકલ સામેલ હશે. આવું પહેલી વખત બની રહ્યું છે જ્યારે ઈસરો આટલા ઓછા સમયમાં પહેલી એકીસાથે આટલાં બધાં મિશન લૉન્ચ કરશે. કે. સિવાને જણાવ્યું કે અમે 15મી સપ્ટેમ્બરથી અમારું ઓપરેશન શરૂ કરીશું, જેની શરૂઆત PSLV C42 મિશનથી થશે, જો કે આ તે સંપૂર્ણપણે કોમર્શિયલ લૉન્ચ હશે. પીએસએલવી સી42 યુકેના સેટેલાઈટ નોવાસાર અને એસ1-4ને લઈ જશે.

isro

15 સપ્ટેમ્બરથી આગામી કેટલાક મહિનાઓ સુધી ઈસરો દર મહિને 15 મિશન લૉન્ચ કરશે. ઓક્ટોબરમાં ઈસરો એસએલવી એમકેએલએલએલ-ડી2 જેને બાહુબલીના નામથી ઓળખવામાં આવે છે તેને લૉન્ચ કરવામાં આવશે. જેનાથી ઈસરોના અન્ય બે શક્તિશાળી રૉકેટ પણ લૉન્ચ કરવામાં આવશે. તે 4 ટન જેટલો વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. આ રોકેટ જીસેટ 29ને લઈને ઉડાણ ભરશે. જેની મદદથી ગ્રામીણ ક્ષેત્રમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધારી શકાશે. ઓક્ટોબર મહિનામાં જ પીએસએલવી સી43 પણ લૉન્ચ કરવામાં આવશે.

50 સફળ મિશનનું લક્ષ્ય
એટલું જ નહીં, આગામી ત્રણ વર્ષમાં ઈસરોએ 50 સફળ મિશન પૂરાં કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. ઈસરોના ચેરમેન સિવાને આ અંગે જાણકારી આપતા કહ્યું કે ઈસરો આગલા વર્ષે કેટલાક મોટા મિશનને અંજામ આપશે. જેમાં ચંદ્રયાન-2 આદિત્ય એલ1 અને ભારતના બે નાના સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ સામેલ છે. ઉલ્લેખનીય છે કે પાછલા આઠ મહિનામાં ઈસરોએ કંઈ ખાસ મિશન શરૂ નથી કર્યું, એવામાં આગલા વર્ષે ઈસરો મોટાં મિશનની તૈયારીમાં છે. આ પણ વાંચો- ઈસરોએ લોન્ચ કર્યું સૌથી લાબું અને મુશ્કિલ મિશન PSLV-C35

English summary
Isro all set to launch the 19 mission in next 7 months. Almost mission every month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X