અમદાવાદમાં 20 વધારે જગ્યાઓએ આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન!

અમદાવાદમાં આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન સર્ચ હાથ ધર્યુ છે.અમદાવાદ શહેરના જમીન ડિલરોને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદમાં આઈટી વિભાગે મેગા સર્ચ ઓપરેશન સર્ચ હાથ ધર્યુ છે.અમદાવાદ શહેરના જમીન ડિલરોને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર બિલ્ડરોના ઘર, ઓફિસ અને અન્ય સ્થળો દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પાયે આર્થિક વ્યવહારોની આશંકાને લઈને વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાના સમાચાર છે.

IT department

જે બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તેની વાત કરીએ તો, અમદાવાદમાં ત્રણ ગ્રુપો પર આ કાર્યવાહી ચાલી રહી છે. આ બિલ્ડરોમાં યોગેશ પૂજારા, દિપક ઠક્કર, નિલા ઇન્ફ્રાસ્ટ્રક્રચર ગ્રુપની વિવિધ જગ્યાઓ પર કાર્યવાહી કરાઈ છે. અમદાવાદમાં કુલ 24 જગ્યાઓએ દરોડા કરવામાં આવ્યા છે. આ દરોડામાં કરોડોની કરચોરી સામે આવવાની આશંકા છે.

આવકવેરા ખાતા સૂત્રો અનુસાર, અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપો પર સવારથી જ ઇન્કમટેક્ષના દરોડા હાથ ધરાયા છે. દીપક ઠક્કર, ઉમંગ ઠક્કર અને સંજય ઠક્કર ગ્રુપના રહેઠાણ અને ઓફિસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, આ ઉપરાંત મોલ સાથે સંકળાયેલા યોગેશ પૂજારા ગ્રુપ પર પણ કાર્યવાહી કરાઈ છે. વેપાર ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા પ્રવિણ કોટકના ભાણેજ એવા યોગેજ પૂજારાના નિવાસ સ્થાન, ઓફિસ સહિતના સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે. સૌથી મોટી વાત રીયલ એસ્ટેટ ક્ષેત્રે મોટુ નામ ધરાવતા અને મિડિયા સાથે સંકળાયેલા નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મનોજ વડોદરીયાના નિવાસ તથા ઓફિસોએ પણ દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ હાલ 24 થી વધુ સ્થળોએ તપાસ કાર્યવાહી ચાવી રહી છે અને 150 થી વધુ અધિકારીઓ તેમાં જોડાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X