For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરી વિરુદ્ધ આઇટી વિભાગની તપાસ શરૂ

By Super
|
Google Oneindia Gujarati News

nitin gadkari
મુંબઇ, 25 ઑક્ટોબરઃ ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી વિરુદ્ધ એક પછી એક સામે આવી રહેલી ગેરરીતિઓની તપાસ શરૂ થઇ ગઇ છે. મુંબઇ અને પૂણેના આઇટી વિભાગની ટીમે ગડકરીની કંપની પૂર્તિ પાવર અને શુગર લિમિટેડ કંપનીમાં રોકાણ કરનારી 18 કંપનીઓની તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે, પૂર્તિ પાવર અને શુગર લિમિટેડમાં જે કંપનીઓએ તપાસ શરૂ કરી છે, તેમાંની કેટલીકમાં ગડકરીના, ડ્રાઇવર, એકાઉન્ટન્ટ, જ્યોતિષિ, બેકરી કર્મચારી વગેરે ડિરેક્ટર હોવાના ખુલાસા થયા છે. એટલું જ નહીં કંપનીઓના સરનામા પણ ખોટા હોવાનું ખુલ્યું છે અને જે સ્થળો પર આ કંપનીઓ દર્શાવવામાં આવી છે, ત્યાં એ નામની કોઇ કંપની છે જ નહીં.

આઇટી વિભાગે આ વાતની તપાસ શરૂ કરી છે કે આ કંપનીઓ પાસે ગડકરીની કંપનીઓમા રોકાણ કરવા માટેના પૈસા આવ્યા ક્યાંથી. આ કંપનીઓ નિયમ અને કાયદાનું પાલન કરી રહી છે કે નહીં.

વિભાગનું કહેવું છે કે જો જરૂર પડી તો ગડકરીની પણ પૂછપરછ કરવામાં આવશે અને તે માટે સમન્સ પાઠવવામાં આવશે. જોકે તે નિર્ણય તપાસ અધિકારીઓની પરિસ્થિતિ અનુસાર હશે. એક મહિનાની અંદર તપાસ પૂર્ણ કરીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સને અહેવાલ મોકલવામાં આવશે.

English summary
Income Tax (IT) officials have started an investigation into BJP president Nitin Gadkari's Purti Power and Sugar Ltd (PPSL).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X