શ્રદ્ધાની હત્યા માટે આરોપીએ એકથી વધુ હથિયારો વપરાયા હોવાનો ખુલાસો, જાણો શું વપરાયુ હતું?

દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખૂલાસો થયો છે. પોલીસને શ્રદ્ધાની હત્યા માટે વપરાયેલા હથિયારને લઈને મોટી માહિતી મળી છે.

દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં વધુ એક મોટો ખૂલાસો થયો છે. પોલીસને શ્રદ્ધાની હત્યા માટે વપરાયેલા હથિયારને લઈને મોટી માહિતી મળી છે. મળતી વિગતો અનુસાર, આરોપીએ હત્યા માટે એકથી વધુ હથિયારો વાપર્યા હોવાનું સામે આવ્યુ છે. આ કેસમાં પોલીસે 5 જેટલા ધારદાર હથિયારો કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

Delhi Police

પોલીસના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પોલીસને ફ્લેટમાંથી કેટલાક ચાકુ મળ્યા છે. આ ચાકુ ખૂબ જ ધારદાર છે અને લગભગ 5-6 ઇંચ લંબાઈના છે. હાલ આ ચાકુને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

એક તરફ પોલીસ હથિયારોની તપાસ કરી રહી છે તો બીજી તરફ આફતાબ પૂનાવાલાના પોલીગ્રાફ ટેસ્ટ શરૂ કરાયા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોલીકગ્રાફ ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ આરોપીની તબિયત ઠીક ન હોવાથી આગળ તેના ટેસ્ટ કરી શકાય છે.

આરોપી આફતાબ પૂનાવાલાવી દિલ્હી પોલીસે 12 નવેમ્બરે શ્રદ્ધાની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ 35 ટુકડા કરી નાખ્યા હતા. હત્યા બાદ લાશના ટુકડા ત્રણ અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા હતા.
કેસમાં સામે આવેલી માહિતી અનુસાર, શ્રદ્ધાએ નવેમ્બર 2020માં મહારાષ્ટ્રના તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે આફતાબ પૂનાવાલાએ તેની સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો. શ્રદ્ધાએ એમ પણ કહ્યું હતું કે આફતાબે ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય આરોપી ધમકી આપી ટુકડા કરી દેવાની વાત પણ કરતો હોવાનો ઉલ્લેખ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X