For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી બાદ હવે મિલિંદ દેવરા પણ વ્હોર્ટનમાંથી બહાર

|
Google Oneindia Gujarati News

wharton-india
વોશિંગ્ટન, 13 માર્ચઃ સોશિયલ એક્ટિવેસ્ટમાંથી રાજકારણી બનેલા અરવિંદ કેજરીવાલ અને મણિપાલ સમૂહના અધ્યક્ષ મોહનદાસ પાઇ વ્હોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમને સંબોધિત કરસે. વ્હોર્ટન સ્કૂલ દ્વારા આયોજિત આ વાર્ષિક સંમેલનને સંબોધિત કરનારાઓની નવી યાદીમાં હવે કેન્દ્રિય સૂચના પ્રોધ્યોગિકી અને સંચાર રાજ્યમંત્રી મિલિંદ દેવરાનું નામ પણ સામેલ નથી.

વ્હાર્ટન સંમેલનું 17મું સેશન પહેલાંથી જ વિવાદોથી ઘેરાયેલું છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરાયા બાદ પેંસિલવેનિયા યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓના એક સમૂહના વિરોધ બાદ તેમનું આમંત્રણ રદ કરી દેવામાં આવતા ખાસ્સો વિવાદ થયો હતો. પહેલી યાદીમાં 6 પ્રમુખ વક્તાઓમાં મોદીનું નામ પણ હતું. નવી યાદીમાં જૂના નામોમાંથી માત્ર યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયા અને યુએસ ઇન્ડિયા બિઝનેસના અધ્યક્ષ રોન સોમર્સના નામ જ બચ્યા છે.

વીડિયો લિંક થકી સંબોધિત કરવા માટે મોદીનું આમંત્રણ રદ કર્યા બાદ બે અન્ય વક્તાઓ અદાણી સમૂહના ગૌતમ અદાણી અને હેક્સાવેયર ટેક્નોલોજીના અતુલ નિસારે સંમેલનમાં ભાગ નહીં લેવોનો નિર્ણય કર્યો હતો. સંમેલનના આયોજકો અનુસાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને અહલુવાલિયા વીડિયો કોન્ફ્રેસ થકી સંબોધિત કરશે. જો કે, આયોજકોની નવી યાદીમાં દેવરાનું નામ નહીં હોવા અંગે કોઇ કારણ આપવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે આ પહેલા આ સંબોધનને એપીજે અબ્દુલ કલામ, પી ચિદમ્બરમ, કેવી કામત, વરુણ ગાંધી, અનિલ અંબાણી અને સુનીલ મિત્તલ સંબોધિત કરી ચૂક્યા છે.

English summary
The final list of speakers at the 17th edition of Wharton India Economic Forum is out and Union Minister of State for IT and Communication Milind Deora has also dropped out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X