નોકરાણી સાથે સંબંધ બનાવી વીડિયો ઓનલાઇન મુક્યો

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ આઇટી સેક્ટરમાં કામ કરનાર એક વ્યક્તિએ પોતાની નોકરાણી સાથે સંબંધ બનાવી તેનો વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી દીધો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે મહિલાના દીકરાને તેના એક મિત્રએ તેની કલીપ બતાવી. ત્યારપછી આ ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. પોલીસને ફરિયાદ મળ્યા પછી તેમને આરોપી આઇટી પ્રોફેશનલની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ નાગેશ્વર રાવ તરીકે આપવામાં આવી રહી છે.

પોર્ન સાઈટ પર પ્રીમિયમ મેમ્બર બનવા માંગતો હતો

પોર્ન સાઈટ પર પ્રીમિયમ મેમ્બર બનવા માંગતો હતો

આરોપી નાગેશ્વર રાવ એક મોટી આઇટી કંપનીમાં કામ કરે છે. 28 વર્ષના નાગેશ્વર રાવે તેના ઘરમાં કામ કરવા આવનારી નોકરાણી સાથે સંબંધ બનાવ્યો. તેને નોકરાણીની જાણ વિરુદ્ધ તેની સાથે અંતરંગ પળોનો વીડિયો બનાવ્યો. તેને પ્રીમિયમ મેમ્બર બનવા માટે કલીપ પોર્નસાઇટ પર અપલોડ કરી દીધી. પોલીસે જણાવ્યું કે આરોપી પોર્ન વેબસાઈટ નો પ્રીમિયમ મેમ્બર બનવા માંગતો હતો જેના માટે એક વીડિયો અપલોડ કરવાનો હોય છે. તેના બદલે વેબસાઈટ તરફથી પૈસા પણ આપવામાં આવે છે. તેના માટે જ તેને વીડિયો અપલોડ કર્યો.

મહિલાના દીકરાના મિત્રએ બતાવી કલીપ

મહિલાના દીકરાના મિત્રએ બતાવી કલીપ

આ આખો મામલો ત્યારે બહાર આવ્યો જયારે તે મહિલાના દીકરાના મિત્રએ કલીપ પોર્ન સાઈટ પર જોઈ. તેને પોતાના મિત્રની મમ્મી ને પોર્ન સાઈટ પર જોઈ તો તેની જાણ કરી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારપછી નાગેશ્વર રાવ ની ધરપકડ કરવામાં આવી.

વેબસાઈટ થી વીડિયો હટાવવાની કોશિશ

વેબસાઈટ થી વીડિયો હટાવવાની કોશિશ

પોલીસ હવે પ્રયાસ કરી રહી છે કે વીડિયો વેબસાઈટ થી હટાવવામાં આવે. પોલીસે નાગેશ્વર રાવ પાર રેપ, આઇટી અને એસટી એક્ટ હેઠળ કેસ નોંધી લીધો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

English summary
IT Professional capture intimate moments with maid upload on site.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.