For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિકોના અધિકારોની રક્ષા કરવી સરકારની જવાબદારી: હર્ષવર્ધન

|
Google Oneindia Gujarati News

harsh vardhan
નવી દિલ્હી, 18 જુલાઇ: દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને સમલૈગિંકોના માનવાધિકારની વકાલત કરી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે 'સમલૈંગિકોના પણ અધિકાર હોય છે અને તેની રક્ષા કરવાની જવાબદારી બને છે.'

જોકે હર્ષવર્ધને સજાતીય સંબંધોમાં પોતાની પાર્ટીના વલણ પર વધારે કંઇપણ કહેવાનો ઇનકાર કરી દીધો. અત્રે નોંધનીય છે કે ભાજપે સુપ્રીમ કોર્ટના એ નિર્ણયનું સમર્થન કર્યું હતું કે જેમાં આઇપીસીની ધારા 377ને યોગ્ય ગણાવ્યું હતું, જે સમલૈંગિક શારીરિક સંબંધને ગુનો ગણાવે છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ભાજપનું કહેવું હતું કે આની પર કોઇપણ નિર્ણય સરકારે લેવાનો છે. આધિકારીક જાહેરાત બાદ જ પાર્ટી પોતાનું વલણ સ્પષ્ટ કરશે. તે સમયે ભાજપ વિપક્ષમાં હતી જ્યારે હવે તે સરકારમાં છે.

સમલૈંગિક સંબંધને લઇને ભાજપમાં પણ એક મત નથી રહ્યો. પાર્ટીના ઘણા સીનિયર નેતા આ મુદ્દા પર અલગ-અલગ પ્રકારનું નિવેદન આપતા રહ્યા છે, ત્યારબાદ તલ્કાલીન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે સમલૈંગિક સંબંધને અપ્રાકૃતિક ગણાવ્યું હતું. જોકે હાલના નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દા પર દિલ્હી હાઇકોર્ટના નિર્ણયનું સમર્થન કર્યું હતું જેમાં સમલૈંગિકત સંબંધને કાયદાકીય રીતે યોગ્ય ગણાવવામાં આવ્યો.

English summary
its governments job to protect right of gays says Union health minister Dr. Harsh Vardhan.
 
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X