For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામા નહી નરેન્દ્ર મોદી છે દુનિયાની પ્રથમ પસંદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ભારત જ નહી પરંતુ દુનિયાભરના દેશોમાં વધી રહી છે. તેમની લોકપ્રિયતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે દસ દિવસના વિદેશ પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળવા માટે દુનિયાભરના ઘણા દેશોએ સમય માંગ્યો હતો.

વડાપ્રધાન સોમવારે ત્રણ મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીના પ્રવાસ પર રવાના થઇ ગયા છે. આ પ્રવાસ પર વડાપ્રધાન 40 દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જે પ્રમાણે વધી રહી છે તેનાથી આગામી સમયમાં ભારતને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે બરાક ઓબામાથી વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઘણા દેશોના પ્રતિનિધિઓએ સમય માંગ્યો છે.

11-modi

આસિયાન અને જી-20 દેશોના શિખર સંમેલન દુનિયાના પાંચ સૌથી તાકતવર નેતાઓ- બરાક ઓબામા, વ્લાદિમીર પુતીન, શી ચિનફિંગ, શિંજો એબે અને એંજેલા મર્કેલ ભાગ લઇ રહ્યાં છે. પરંતુ આ બધાની અલગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઘણા દેશોની હોડ લાગી છે. મ્યાંમાર અને ઓસ્ટ્રેલિયામાં આ અઠવાડિયે થનારી પૂર્વ એશિયા, આસિયાન અને જી-2- સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્રિપક્ષીય વાર્તા માટે ઘણા દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રાધ્યક્ષોએ પોતાનો અનુરોધ મોકલી તેમનો સમય માંગ્યો છે.

તો બીજી તરફ અધિકારીઓનું માનીએ તો ઘણા દેશોના નેતાઓએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને તેમના માટે અલગથી સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે આ દેશ ભારતની સાથે આર્થિક સહયોગ વધારવા ઇચ્છે છે અને તેમને મોદી સરકાર હેઠળ વેપાર અને રોકાણ વધારવાનો અવસર દેખાઇ રહ્યો છે. જો કે જોવાની વાત એ છે કે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માટે કયા મહત્વપૂર્ણ કરાર પર આ દેશોની સાથે હસ્તાક્ષર કરવામાં સફળ થાય છે.

English summary
There are huge number of countries who wants to meet PM Modi during his foreign visit than us president Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X