J&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
J&K: રાજૌરી સેક્ટરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સતત તેજીથી વધી રહી છે. આતંકવાદી મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે, પરંતુ ભારતીય સેના દ્વારા એક એક કરી આતંકવાદીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ગુરુવારે મોડી રાતે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ, જે બાદ સુરક્ષાબળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો.

જણાવી દઈએ કે સેનાને રાજૌરી સેક્ટરા કાલાકોટે વસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. આતંકવાદીઓની સૂચના મળતા જ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. સર્ચ ઓપરેશ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, જે બાદ બંને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળએ એક આતંકવાદીને ઠાર માર્યો. જ્યારે અથડામણ હજી પણ ચાલી રહી છે.
સૂચના મુજબ આ વિસ્તારમા હજી પણ 2-3 આતંકવાદીઓ છૂપાયા હોવાની સંભાવના છે. મૃત આતંકવાદીની ઓળખ નથઈ થઈ શકી. પુંજ-રાજૌરી રેન્જના ડીઆઈજી વિવેક ગુપ્તાએ જણાવ્યું કે આખો એરિયા સીલ કરી દેવામાં આવ્યો છે અને બંને તરફથી ગોળઈબાર થઈ રહ્યો છે. ઘટના સ્થળે વધારામાં પોલીસબળને પણ તહેનાત કરવામાં આવ્યું છે.
ડીઆઈજી વવેક ગુપ્તાએ કહ્યું કે કાલાકોટે વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા હોવાની તેમને પુથ્તા જાણકારી મળી હતી. જેના આધારે તેમણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે મૃત આતંકવાદીઓ પાસે એક એકે-47 રાઈફલ અને 4 હેન્ડ ગ્રેનેડ જપ્ત થયા છે.












Click it and Unblock the Notifications
