J&K: પુલવામાના ત્રાલમાં એનકાઉન્ટર, બે-ત્રણ આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના જંગલોમાં આજે સવારથી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યુ છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના જંગલોમાં આજે સવારથી સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહ્યુ છે. ત્રાલના જંગલી વિસ્તારમાં 2-3 આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા બાદ સુરક્ષા6ળોએ અહીં સર્ચ ઑપરેશન ચલાવ્યુ. આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થવા લાગ્યુ જેનો સુરક્ષાબળોના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે 23મેના રોજ પણ પુલવામાના ત્રાલમાં એનકાઉન્ટર થયુ હતુ જેમાં મોસ્ટ વોન્ટેડ આતંકી જાકિર મૂસા માર્યો ગયો હતો. આ પહેલા ગયા રવિવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાએ ચાર આતંકીઓને મારી દીધી હતા. આ એનકાઉન્ટર દક્ષિણ કાશ્મીરના દરમોદરા વિસ્તારમાં થયુ હતુ. આતંકીઓ પાસેથી દારૂગોળો અને હથિયાર મળી આવ્યા હતા.

ભારતીય સેનાએ 11 જૂને પણ શોપિયામાં બે આતિંકીઓને સયાર અહમ ભટ અને શાકિર અહમદ વાગેને મોતને ઘાટ ઉતાર્યા હતા. બંને આતંકી અંસાર ગજાવતુલ હિંદના સભ્ય હતા. શોપિયાં એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ જે 4 આતંકીઓને ઠાર કર્યા તેમાંથી એક આતંકી પાકિસ્તાની હતો. આતંકીઓ પાસેથી ભારે માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો હતો.
Jammu & Kashmir: An exchange of fire between terrorists and security forces is underway in forests of Tral area of Pulwama district. More details awaited. pic.twitter.com/KHiochzTgv
— ANI (@ANI) 26 June 2019












Click it and Unblock the Notifications
